- બુમરાહે ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન સામે ભારતને પ્રથમ સફળતા અપાવી
- બુમરાહ પ્રથમ પાવરપ્લેમાં ચુસ્ત બોલિંગ કરીને વિકેટ પણ ઝડપે છે
- વર્લ્ડ કપમાં બુમરાહે પ્રથમ પાવરપ્લેમાં અત્યાર સુધી કુલ 43 ઓવર નાખી છે
પેસ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન સામે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. વર્લ્ડ કપમાં બુમરાહ સતત સારી બોલિંગ કરે છે.તે પ્રથમ પાવરપ્લેમાં એટલે કે પહેલીથી 10મી ઓવર સુધીમાં ચુસ્ત બોલિંગ કરીને વિકેટ પણ ઝડપે છે. 2019ના વર્લ્ડ કપમાં પણ તેનો દેખાવ શાનદાર રહ્યો હતો. વર્લ્ડ કપમાં બુમરાહે પ્રથમ પાવરપ્લેમાં અત્યાર સુધી કુલ 43 ઓવર નાખી છે અને અને તેણે 17.71ની સરેરાશથી સાત વિકેટ પણ હાંસલ કરી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 2.88નો રહ્યો છે. તેણે કુલ 124 રન આપ્યા હતા અને 197 ડોટ બોલ પણ નાખ્યા હતા. 43 ઓવરમાં તેણે 76.35 ટકા ડોટ બોલ નાખ્યા છે. બુમરાહે 2019ના વર્લ્ડ કપની નવ મેચમાં 19 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડના માર્ક વૂડે 154 KMPHની સ્પીડથી વર્લ્ડ કપનો ફાસ્ટેસ્ટ બોલ નાખ્યો










