રિષભ પંત (146) અને રવીન્દ્ર જાડેજાની (104) સદી બાદ ટેમ્પરરી સુકાની જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડના બોલર્સને સ્તબ્ધ કરી દીધા હતા. બુમરાહે ભારતીય ઇનિંગની 84મી ઓવરમાં વિક્રમી 35 રન ફટકારીને ઇંગ્લિશ બોલર સ્ટુઅર્ટ બ્રોડને વધુ એક વખત યુવરાજની યાદ અપાવી દીધી હતી. 84મી ઓવરમાં નોંધાયેલા 35માંથી 29 રન બુમરાહના બેટથી બન્યા હતા અને છ રન એક્સ્ટ્રાના હતા. બ્રોડની આ ઓવરે ક્રિકેટ સમર્થકોને વધુ એક વખત 2007ના ટી20 વર્લ્ડ કપની યાદ તાજી કરાવી હતી. યુવરાજે ઇંગ્લેન્ડ સામે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા અને આ સમયે પણ બોલર તરીકે સ્ટુઅર્ટ બ્રોડ હતો. યુવરાજના તમામ 36 રન બેટથી નોંધાયા હતા.



  • Follow us on: