- જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને વેલેન્ટાઈન ડેને લઈને ખાસ પોસ્ટ લખી
- સંજનાને પોતાના વિશે એક કમેન્ટ જોઈને સંજના ખૂબ ગુસ્સો આવ્યો
- બુમરાહની પત્નીનો જવાબ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને વેલેન્ટાઈન ડેને લઈને સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખી હતી, જેના પર ચાહકો તરફથી ઘણી કોમેન્ટ્સ મળી હતી. આટલું જ નહીં, બુમરાહની પત્ની સંજના વિશે એક વ્યક્તિએ કમેન્ટ કરી, જેને જોઈને સંજના ખૂબ ગુસ્સે થઈ ગઈ. વાસ્તવમાં, વ્યક્તિએ બોડી શેમિંગ દ્વારા સંજનાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુમરાહની પત્નીએ જે જવાબ આપ્યો તે આશ્ચર્યજનક હતો.
બુમરાહ સાથે તસવીર કરી શેર
સંજનાએ બુમરાહ સાથે પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, "ખુશી અહીં છે." સંજનાની આ પોસ્ટ પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ આવી હતી, તેમાંથી એક કોમેન્ટમાં એક વ્યક્તિએ સંજનાને ફેટ કહીને સંબોધી હતી. વ્યક્તિએ તસવીર જોયા બાદ કોમેન્ટ કરી અને લખ્યું કે, ભાભી જાડી દેખાઈ રહી છે.
સંજનાએ આપ્યો જડબાતોડ જવાબ
આ કોમેન્ટ જોઈને સંજનાએ ગુસ્સે થઈને જવાબ આપ્યો, "તમને સ્કૂલની સાયન્સની પાઠ્યપુસ્તક પણ યાદ નથી, તમે મહિલાઓના બોડી વિશે કોમેન્ટ કરવા આવ્યા છો.. અહીંથી ભાગી જાઓ.. તમારી હિંમત કેવી રીતે થઈ. બુમરાહની પત્નીનો આ જવાબ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બીજી ટેસ્ટ બાદ બુમરાહ બ્રેક દરમિયાન પોતાના ઘરે ગયો હતો.

15 ફેબ્રુઆરીએ રમાશે ત્રીજી ટેસ્ટ
હવે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ગઈ છે. હાલમાં સિરીઝ 1-1થી બરાબર છે. બુમરાહે બીજી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં બુમરાહે શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ પોતાના નામે કરી. જસપ્રીત બુમરાહને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ સિવાય બુમરાહ સૌથી ઝડપી 150 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. હવે સિરીઝની ત્રીજી ટેસ્ટમાં બુમરાહ પાસેથી ફરી એકવાર બધાને અપેક્ષાઓ હશે.