ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને દરરોજ અનેક અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ વખતે ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સુરક્ષાના કારણોસર ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માંગતું નથી. આવી સ્થિતિમાં ICCએ પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ લાવવાની વાત કરી છે. પરંતુ પીસીબીએ હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પીસીબીએ પુષ્ટિ કરી દીધી છે કે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે.

પાકિસ્તાને જવાબ આપ્યો નહી 
પીટીઆઈના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીથી પીછેહઠ નહીં કરે તો ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર રજૂ કરવામાં આવશે. ભારતીય ટીમ તેની તમામ મેચ UAEમાં રમી શકે છે. ફાઈનલ મેચ દુબઈમાં યોજાઈ શકે છે. ICCએ આ મામલાની જાણકારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપી છે. પરંતુ પીસીબી ચીફ મોહસિન નકવીએ હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જો પાકિસ્તાન ના પાડે તો ..
જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલને લઈને આઈસીસી દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને સ્વીકારતું નથી અને પીસીબી ટૂર્નામેન્ટની યજમાનીમાંથી પીછે હઠ કરે છે તો આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની દક્ષિણ આફ્રિકાને આપી શકે છે. જો કે અગાઉ પીસીબીના એક સૂત્રએ કહ્યું હતું કે હાઇબ્રિડ મોડલ અંગે હજુ સુધી ચર્ચા કરવામાં આવી નથી અને તેઓ આ અંગે ICC પાસેથી સ્પષ્ટ જવાબ માંગશે. મહત્વનું છે કે દઈએ કે દક્ષિણ આફ્રિકા પહેલા પણ ઘણી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે. ODI વર્લ્ડ કપ 2027 પણ દક્ષિણ આફ્રિકામાં રમાશે.

જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે
આઈસીસીએ અગાઉ વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને ભારતને હરાવી ખિતાબ કબજે કર્યો હતો. હવે 7 વર્ષ બાદ ફરી એકવાર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે જેમાં ભારત સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ 2 ટીમોને 2 ભાગમાં વહેંચવામાં આવી છે.

  • Follow us on: