ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન કરશે. અહેવાલ મુજબ, ભારતે ટુર્નામેન્ટ માટે ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો છે. આ ઇનકાર બાદ વિવાદ અટકી રહ્યો નથી. હવે આ વિવાદ વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન દ્વારા કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનું આડકતરી રીતે નામ લઈને ધમકી આપવામાં આવી છે.


દાઉદના નામની પાકિસ્તાને આપી ધમકી?

ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ભાઈનું નામ લઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે તે તેના ભાઈના ઘરની બાજુમાં જ રહે છે. રાશિદ લતીફ દ્વારા ઉપયોગમાં લેવાતા 'ભાઈ' શબ્દને દાઉદ ઈબ્રાહિમના નામ સાથે જોડવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાશિદ લતીફે વીડિયોમાં દાઉદ ઈબ્રાહિમનું નામ લીધું નથી.


વાયરલ વીડિયોમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, "તમે કોની સાથે ગડબડ કરી રહ્યા છો? અમે ભાઈના ઘરની નજીક જ રહીએ છીએ. જ્યાં હું બેઠો છું, ભાઈનું ઘર અહીં છે. તેઓ ઉપરથી જે રમત રમી રહ્યાં છો તે છોડી દો.

હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીની વાત ક્યાં સુધી પહોંચી છે?

નોંધનીય બાબત એ છે કે ICC તરફથી હજુ સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી થયું કે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં યોજાશે કે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશને યજમાન બનાવવામાં આવશે. જો કે, ઘણા મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત છે. પરંતુ રિપોર્ટ્સમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન બોર્ડે ICC સમક્ષ એક શરત પણ મૂકી છે કે ટીમ ભવિષ્યમાં ICC ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.

  • Follow us on: