આજે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ઓપનર કેએલ રાહુલને વિવાદાસ્પદ રીતે આઉટ કરવામાં આવ્યો હતો. મેચમાં, ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કની બોલિંગમાં કેચ આઉટ કરવાની અપીલ કર્યા પછી ઓનફિલ્ડ અમ્પાયરે રાહુલને શરૂઆતમાં નોટઆઉટ જાહેર કર્યો હતો. આ સમયે એવું લાગી રહ્યું હતું કે બોલ રાહુલના પેડ પર વાગ્યો હતો. આ પછી કાંગારુ ટીમના કેપ્ટન પેટ કમિન્સે રિવ્યુ લીધો, જે બાદ થર્ડ અમ્પાયરને જાણવા મળ્યું કે બોલ રાહુલના બેટને અડ્યો હતો.
કેએલ રાહુલના આઉટને લઈને ઉઠ્યા સવાલ
આ પછી મેદાન પરના અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને રાહુલને આઉટ આપવામાં આવ્યો. રાહુલે આ મેચમાં 74 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના આધારે રાહુલે ટેસ્ટમાં ત્રણ હજાર રન પણ પૂરા કરી લીધા છે. 32 વર્ષીય ખેલાડીએ 54 મેચમાં લગભગ 34ની સરેરાશથી 8 સદી અને 15 અર્ધસદી સાથે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે રાહુલના આઉટના નિર્ણય પર સવાલો ઉઠવા લાગ્યા હતા.
https://twitter.com/CricCrazyJohns/status/1859813392477011973
રાહુલે કેપ્ટન રોહિતની જગ્યા લીધી
રાહુલે નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ભારત માટે બેટિંગની શરૂઆત કરી, જે વ્યક્તિગત કારણોસર આ મેચમાં નથી રમી રહ્યો. રોહિત બીજી મેચમાં રમતા જોવા મળશે. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા રાહુલને ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ દરમિયાન ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આ મહિનાની શરૂઆતમાં મેલબોર્નમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
https://twitter.com/CricCrazyJohns/status/1859817004078858350
કેવું છે રાહુલનું કરિયર!
ટેસ્ટ સિવાય રાહુલે ભારત માટે ODIમાં 2851 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 2265 રન બનાવ્યા છે. તેણે 2023માં ભારતને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં તે ટીમનો ટોપ સ્કોરર હતો, જ્યાં ટીમનો છ વિકેટે પરાજય થયો હતો.
https://twitter.com/CricCrazyJohns/status/1859815252449427943