• પ્રાગનાનંદા ચેસ વર્લ્ડકપના સેમીફાઈનલમાં પહોંચ્યા
  • સેમીફાઈનલમાં અમેરિકાના ખેલાડી સાથે મેચ રમશે
  • પ્રાગનાનંદા પાસે કેંડિડેટ ટૂર્નામેન્ટમાં ક્વોલીફાઈ કરવાની તક

ભારતીય ગ્રેંડમાસ્ટર આર.પ્રાગનાનંદાએ ચેસ વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. તેમણે આ સાથે જ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રાગનાનંદા આવું કરનારા બીજા ભારતીય બન્યા છે. તેમની પહેલાં વિશ્વનાથન આનંદ આ કારનામું કરી શક્યા હતા. પ્રાગનાનંદાએ ગુરુવારે અર્જુન એરિગૈસીને સડન ટાઈબ્રેકરમાં 5-4થી હરાવ્યા હતા. તેમણે આ જીત સાથે જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે.

ગુરુવારે રમાવામાં આવી હતી મેચ

પ્રાગનાનંદા અને અર્જુન વચ્ચે ગુરુવારે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં પ્રાગનાનંદાએ સડન ડેથ ટાઈબ્રેકરમાં 5-4થી જીત મેળવી છે. આ જીત સાથે તે સેમીફાઈનલમાં પહોંચ્યા છે. તેમણે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. પ્રાગનાનંદા સેમીફાઈનલમાં પહોંચનારા બીજા ભારતીય બન્યા છે. પ્રાગનાનંદાની જીત બાદ તેમની માતા ખુબ ઈમોશનલ થઈ છે. તેમના અનેક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

હવે અમેરિકાના ખેલાડી સાથે રમશે

પ્રાગનાનંદા હવે સેમીફાઈનલમાં અમેરિકાના કૈબિયાનો કારૂઆના સાથે મેચ રમશે. પ્રાગનાનંદા પાસે આવતા વર્ષે થનારા કેંડિડેટ ટૂર્નામેન્ટમાં ક્વોલીફાઈ કરવાની શાનદાર તક છે. ચેસ વર્લ્ડ કપમાં ટોપ 3માં રહેનારા ખેલાડીઓને કેંડિડેટ પ્રતિયોગિતામાં જવાની તક મળશે. વિશ્વનાથન આનંદ આ પ્રતિયોગિતામાં રમી ચૂક્યા છે

વિશ્વનાથન આનંદ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા

ભારતીય ગ્રેંડમાસ્ટર વિશ્વનાથન આનંદ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તે પ્રથમ વખત 1988માં ગ્રેંડમાસ્ટર બન્યા હતા. તેમણે 2000,2007,2008,2010 અને 2012માં ખિતાબ જીત્યો હતો.

18 વર્ષની ઊંમરે સિદ્ધિ પ્રાપ્ત કરી

ઉલ્લેખનીય છે કે, પ્રાગનાનંદા હજુ માત્ર 18 વર્ષના છે અને તેમણે નાની ઊંમરમાં જ અનેક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તે ઈતિહાસના સૌથી યુવા આંતરરાષ્ટ્રી માસ્ટર છે. તેમણે 10 વર્ષ અને 10 મહિનાની ઊંમરમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે ગ્રેંડમાસ્ટરની પ્રથમ સિદ્ધિ વર્લ્ડ જૂનિયર ચેસ ચેમ્પિયનશિપ દરમિયાન પ્રાપ્ત કરી હતી.

  • Follow us on: