• પૂજારા ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાની બહાર

  • ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સસેક્સે પૂજારાને સાથે જોડ્યો

  • કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન ડે કપમાં રમશે પૂજારા

ચેતેશ્વર પૂજારા ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો છે. પરંતુ હવે તે ઈંગ્લેન્ડની હોમ ટીમ તરફથી રમતા જોવા મળશે. તાજેતરમાં જ તે રણજી ટ્રોફીમાં પણ ઉતર્યો હતો.

ઇંગ્લિશ કાઉન્ટીમાં રમશે પૂજારા

ચેતેશ્વર પુજારા ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે આ દિગ્ગજ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. આ દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સસેક્સે પૂજારાને પોતાની સાથે જોડ્યો છે. તે કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન ડે કપમાં રમતા જોવા મળશે. ટીમે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન સાથે પણ જોડાણ કર્યું છે. આવી સ્થિતિમાં પુજારા અને રિઝવાન બંને સાથે રમતા જોવા મળી શકે છે. તાજેતરમાં જ પુજારાએ ફરીથી ફોર્મ મેળવવા માટે રણજી ટ્રોફીમાં પણ પ્રવેશ કર્યો હતો.

પૂજારા સસેક્સે તરફથી રમશે

સસેક્સે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડના સ્થાને ચેતેશ્વર પૂજારાને ટીમમાં સામેલ કર્યો છે. હેડે ટીમને ઇન્ટરનેશનલ મેચને કારણે તેને છોડવાની વિનંતી કરી હતી. સસેક્સમાં જોડાયા બાદ ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે, “હું વર્તમાન સિઝન માટે સસેક્સ કાઉન્ટીનો ભાગ બનવા માટે ઉત્સાહિત અને સન્માનિત છું. હું હંમેશાથી કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઉત્સુક છું. એટલા માટે હું નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને ક્લબની સફળતામાં યોગદાન આપવા માંગુ છું. આ સિવાય ટીમે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન જોસ ફિલિપને પણ સામેલ કર્યો છે.


પૂજારા કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે

34 વર્ષીય ચેતેશ્વર પૂજારા આ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પ્રવેશી ચૂક્યો છે. પરંતુ વર્તમાન સિઝનમાં તે સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા ઈચ્છશે. ટીમને જુલાઈમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમવાની છે. પૂજારાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 374 ઇનિંગ્સમાં 51ની એવરેજથી 16,948 રન બનાવ્યા છે. તેણે 50 સદી અને 70 અડધી સદી ફટકારી છે. એટલે કે તેમની પાસે ઘણો અનુભવ છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 352 રન છે. તેણે ભારત માટે 95 ટેસ્ટમાં 6,713 રન બનાવ્યા છે. તેણે 18 સદી અને 32 અડધી સદી ફટકારી છે.

  • Follow us on: