• ગેરારર્ડો એર્ટિગાએ મેચની 69મી મિનિટમાં મેક્સિકો માટે વિજયી ગોલ કર્યો હતો

  • ગેરારર્ડોની 25 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ તેનો બીજો ગોલ હતો
  • કેઆજનો દિવસ એર્ટિગાનો હતો પરંતુ અમારી પાસે બીજા ખેલાડીઓ પણ છે: મેક્સિકોના કોચ

કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં મેક્સિકોએ જમૈકાને પરાજય આપ્યો હતો. મેચની 69મી મિનિટમાં ગેરારર્ડો એર્ટીગાએ પેનલ્ટી એરિયાના એકદમ છેડાના ભાગથી કરેલા ગોલની મદદથી મેક્સિકોએ જમૈકાને 1-0થી પરાજય આપ્યો હતો.

દક્ષિણ અમેરિકાની આ ચેમ્પિયનશિપમાં 11મી વાર મહેમાન દેશ તરીકે રમવા ઉતરેલી મેક્સિકોની ટીમે મેચમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને પોતાના 17માં શોટમાં ગોલ કર્યો હતો. જોએલ લેટિબોડીયર્સનું નબળું હેડર લુઇસ રોમો પાસે ગયુ હતું જેણે બોલને થાઇથી કન્ટ્રોલ કરીને ગેરારર્ડોને પાસ કર્યો હતો અને ગેરારર્ડોએ પોતાના ડાબા પગે શોટ ફટકારીને બોલને ગોલકીપરને છક્કડ ખવડાવી ગોલ ફટકાર્યો હતો. ગેરારર્ડોની 25 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ તેનો બીજો ગોલ હતો.

મેક્સિકોના કોચ જેઇમ લોઝાનોએ જણાવ્યું હતું કેઆજનો દિવસ એર્ટિગાનો હતો પરંતુ અમારી પાસે બીજા ખેલાડીઓ પણ છે જેઓ ટોચના સ્તરે સારો દેખાવ કરી શકે છે. જમૈકા માટે મિચેઇલ એન્ટોનિયોએ મેચની 50મી મિનિટમાં શોર્ટ રેન્જ હેડર વડે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વીડિયો રિવ્યૂ બાદ તે ગોલને માન્ય ગણાયો નહોતો. કારણ કે તે ઓફસાઇડથી કરાયેલો હતો. જમૈકાના કોચ હેઇમિરે કહ્યું હતું કે તે ગોલ જરાક ઓફસાઇડથી હતો. અમે વારંવાર તેનો વીડિયો જોયો હતો અને તે સાચો હતો.


  • Follow us on: