નર્વસ નાઇન્ટીનો ભોગ બનેલા ઓપનર બેન ડકેટની આક્રમક બેટિંગ અને વિલ જેક્સને નોંધાવેલી અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ વન-ડે જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 316 રનના ટાર્ગેટ આપ્યો હતો.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડ ટીમ 49.4 ઓવરમાં 315 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. ફિલ સોલ્ટ (17) તથા ડકેટે પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ ડકેટ અને વિલ જેક્સે બીજી વિકેટ માટે 120 રનની પાર્ટનરશીપ કરીને ટીમને જંગી સ્કોર તરફ દોરી હતી. પાંચ રન માટે સદી ચૂકેલા ડકેટે 91 બોલમાં 11 બાઉન્ડ્રી વડે 95 તથા વિલ જેક્સે ૫૬ બોલમાં 62 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સુકાની હેરી બ્રૂકે 39 તથા જેમી સ્મિથે 23 રનનું યોગદાન આપ્યું હતું. જેકોબ બેથેલે ઇનિંગના અંત ભાગમાં ઉપયોગી 35 રન બનાવીને ટીમને 300ના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ 49 રનમાં ત્રણ, લાબુશેને 39 રનમાં ત્રણ તથા ટ્રેવિસ હેડે 34 રનમાં બે વિકેટ ખેરવી હતી.


  • Follow us on: