• ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પૂરા કર્યા
  • ઓપનર તરીકે સચિન તેંડુલકરની 45 સદીની બરાબરી કરી
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી મામલે વિરાટ કોહલી પછી બીજા ક્રમે

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં કાંગારૂ ટીમના ઓપનર ડેવિડ વોર્નરે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. જે બાદ તેણે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.

[[$googlead]]

[[$alsoread]]

દક્ષિણ આફ્રિકા સામે વોર્નરનો કમાલ

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુલાકાતી ટીમ તરફથી કોઈ ખાસ બેટિંગ કરવામાં આવી ન હતી અને આખી ટીમ માત્ર 189 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી રહી ન હતી. યજમાન ટીમના બે બેટ્સમેન શરૂઆતમાં જ આઉટ થયા હતા. પરંતુ ટીમના ઓપનર ડેવિડ વોર્નરે કમાલ બેટિંગ કરતા શાળાન્ર ડબલ સેન્ચૂરી ફટકારી હતી.


100મી મેચમાં વોર્નરની સદી

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે તે કરી બતાવ્યું જે તે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી આ મેચમાં કરી શક્યો ન હતો. વોર્નરની આ 100મી ટેસ્ટ મેચ હતી. આ મેચમાં, જાન્યુઆરી 2020 પછી, તેણે શતકીય ઇનિંગ રમી હતી. આ અનુભવી ખેલાડીને છેલ્લા ત્રણ વર્ષથી ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોનું માનવું હતું કે હવે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવી જોઈએ. પરંતુ ઓપનરે સાબિત કરી દીધું કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે. વોર્નર 100મી મેચમાં સદી ફટકારનાર 10મો બેટ્સમેન બની ગયો છે અને તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમાંથી એક વિશ્વના મહાન ખેલાડીઓમાંના એક સચિન તેંડુલકરની બરાબરીનો પણ છે.


માસ્ટર બ્લાસ્ટરની બરાબરી કરી

ડેવિડ વોર્નરે આ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 45 સદી પૂરી કરી લીધી છે. જે સક્રિય ખેલાડીઓમાં વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે. ઉપરાંત, તેણે ઓપનર તરીકે માસ્ટર બ્લાસ્ટરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે ઓપનર તરીકે 45 સદી ફટકારી હતી. તે જ સમયે, વોર્નરે ટેસ્ટમાં 25, વનડેમાં 19 જ્યારે T20 ફોર્મેટમાં એક સદી ફટકારી છે. સાથે જ ડાબોડી બેટ્સમેને લાંબા ફોર્મેટમાં 8000 રન પણ પૂરા કર્યા છે.

  • Follow us on: