ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની ટૂર્નામેન્ટ ધ હન્ડ્રેડમાં ટીમો ખરીદવા માટે આઇપીએલની પાંચ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમોએ બોલી લગાવી છે.
જીએમઆર ગ્રૂપ અને માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબના સહમાલિક અવરામ ગ્લેજરે પણ ટીમ ખરીદવા માટે બોલી લગાવી છે. ટીમ ખરીદવા માટેની બોલી જમા કરાવવાની અંતિમ તારીખ 18મી ઓક્ટોબર હતી. ઇસીબીએ આઠ ફ્રેન્ચાઇઝીમાથી પ્રત્યેકમાં 49 પ્રતિશત ભાગીદારી માટે બોલી લગાવવા માટે આમંત્રિત કરી હતી. આ રીતે ઇસીબીએ મોટો હિસ્સો પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે જેના કારણે ટૂર્નામેન્ટ ઉપર પોતાનો અધિકાર જળવાઈ રહેશે. આઇપીએલની ઘણી ફ્રેન્ચાઇઝીએ શરૂઆતમાં ટીમ ખરીદવા માટે રસ દાખવ્યો હતો પરંતુ તમામે બોલી લગાવી નથી.










