• રેન્કિંગ મુજબ ટોચની પાંચ ટીમો T20 ફોર્મેટમાં રમાડાશે

  • મેન્સ- વિમેન્સની પાંચ-પાંચ ટીમો રમશે
  • 1900માં પ્રથમ વખત ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું હતું

ક્રિકેટનો ક્રેઝ ભારત સહિત પૂરી દુનિયામાં છે અને આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ તેનો ફાયદો ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી લોસ એન્જલસ ખાતે યોજાનારી ઓલિમ્પિક 2028માં ક્રિકેટને સામેલ કરવાની ચર્ચા થઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચ બાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. ઓલિમ્પિકમાં ક્રિકેટની રમત 128 વર્ષના લાંબા ગાળા બાદ પુનરાગમન કરશે. 1900માં પ્રથમ વખત ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું હતું. લોસ એન્જલસ બાદ 2032માં યોજાનારી બ્રિસબેન ઓલિમ્પિકમાં પણ ક્રિકેટને સ્થાન મળશે. ક્રિકેટને ટી20 ફોર્મેટમાં રમાડવામાં આવશે અને રેન્કિંગ મુજબ મેન્સ તથા વિમેન્સ બંનેની ટોચની પાંચ ટીમોને રમાડવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક માટે ભારતમાં બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ લગભગ 165 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા.


  • Follow us on: