• ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ડબ્લ્યૂટીસી ફાઇનલમાં ભારતને 209 રનના માર્જિનથી હરાવ્યું

  • વન-ડેમાં ભારતે 122 પોઇન્ટ સાથે પ્રથમ અને ઓસ્ટ્રેલિયા 116 પોઇન્ટ સાથે બીજા ક્રમે
  • આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા 257 પોઇન્ટ સાથે બીજા અને ઇંગ્લેન્ડ 252 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે

ઓસ્ટ્રેલિયન ટીમે વધુ એક વખત ભારતીય ટીમને મોટો ફટકો માર્યો છે. છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિજેતા ઓસ્ટ્રેલિયાએ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતને પાછળ રાખીને નંબર-1નું સ્થાન હાંસલ કરી લીધું છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ડબ્લ્યૂટીસી ફાઇનલમાં ભારતને 209 રનના માર્જિનથી હરાવ્યું હતું. આ વિજયના કારણે ઓસ્ટ્રેલિયાના રેટિંગમાં સુધારો થયો છે અને ટીમ 124 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજા સ્થાને રહેલી ભારતીય ટીમના 120 પોઇન્ટ છે. બંને ટીમ વચ્ચે ચાર પોઇન્ટનો ફરક છે. ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા અને સાઉથ આફ્રિકન ટીમ ચોથા ક્રમે છે. અન્ય તમામ ટીમોના રેટિંગ પોઇન્ટ 100 કરતાં ઓછા છે. ભારતીય ટીમને ભલે ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું હોય પરંતુ મર્યાદિત ઓવર્સની ફોર્મેટમાં ભારત હજુ પણ નંબર છે. વન-ડેમાં ભારતે 122 પોઇન્ટ સાથે પ્રથમ અને ઓસ્ટ્રેલિયા 116 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. સાઉથ આફ્રિકા ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમાંકે છે. ટી20માં 264 રેટિંગ પોઇન્ટ સાથે ભારત હજુ પણ પ્રથમ સ્થાને જળવાઈ રહ્યું છે. આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા 257 પોઇન્ટ સાથે બીજા અને ઇંગ્લેન્ડ 252 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં પ્રથમ તથા મર્યાદિત ઓવર્સની બંને ફોર્મેટમાં બીજા ક્રમે છે


  • Follow us on: