- લિયોનેલ મેસ્સીએ ઝીવાને તેની સાઈન કરેલી જર્સી ભેટ કરી
- MS ધોનીની પત્ની સાક્ષીએ ઝીવાની તસવીર શેર કરી
- પૂર્વ કેપ્ટન MS ધોની ફૂટબોલ અને મેસ્સીનો મોટો ચાહક
FIFA વર્લ્ડ કપ 2022ની સિઝન આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી માટે ખાસ હતી. તેણે આ વર્ષે ટ્રોફી જીતી હતી. વર્લ્ડ કપ જીતના લગભગ એક સપ્તાહ બાદ લિયોનેલ મેસ્સીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી ઝીવા માટે શાનદાર ભેટ મોકલી છે.

મેસ્સીએ ઝીવા માટે ખાસ ભેટ મોકલી
FIFA વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ વર્ષ 2022માં ઈતિહાસ રચ્યો હતો. તેણે લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં લાંબા સમય બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. મેસ્સીએ જીતના લગભગ એક અઠવાડિયા પછી ભારતના ભૂતપૂર્વ મહાન કેપ્ટન MS ધોનીની પુત્રી ઝીવા માટે એક અદ્ભુત ભેટ મોકલી છે. એક એવી ભેટ જેને આખું વિશ્વ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
ઝીવાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી
થોડા દિવસો પહેલા પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ ખુલાસો કર્યો હતો કે મેસ્સીએ BCCI પ્રમુખ જય શાહને સાઈન કરેલી જર્સી મોકલી હતી. હવે એ વાત પણ સામે આવી રહી છે કે મેસ્સીએ ધોનીની દીકરી ઝીવા માટે બીજી ટી-શર્ટ મોકલી છે. ઝીવાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં મેસ્સી દ્વારા ગિફ્ટ કરવામાં આવેલી જર્સી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં મેસ્સીની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. MS ધોની ફૂટબોલનો પણ મોટો ચાહક છે. તેણે થોડા વર્ષો પહેલા મેસ્સી વિશે એક ટ્વીટ પણ કરી હતી. જોકે MS ધોની સોશિયલ મીડિયાથી દૂર રહે છે. MS ધોનીએ આ ગિફ્ટ કરેલી જર્સીને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મેસ્સીનું વિશ્વ જીતવાનું સપનું પૂરું થયું
લિયોનેલ મેસ્સીની કારકિર્દીમાં એક પણ વર્લ્ડ કપ ટ્રોફી ન હતી અને વર્લ્ડ કપ જીતવું તેનું સપનું હતું, FIFA વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં તેનું સપનું સાકાર થયું હતું. 90 મિનિટ સુધી આર્જેન્ટિના અને ફ્રાન્સ બંને ટીમો 2-2 થી બરાબરી પર હતી. વધારાના સમય બાદ મેચ 3-3 થી બરાબર રહી હતી. મેસ્સીએ આ મેચમાં કુલ 2 ગોલ કર્યા હતા. મેસ્સીના હવે વર્લ્ડ કપમાં કુલ 12 ગોલ છે.









