- પાકિસ્તાન 4/178, ન્યૂઝીલેન્ડ 3/179
- ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે અડધી સદીની મદદથી સાત વિકેટે વિજય મેળવી લીધો
- પાકિસ્તાન માટે અબ્બાસ આફ્રિદીએ 27 રનમાં બે વિકેટ હાંસલ કરી
ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં માર્ક ચેપમેનની આક્રમક અડધી સદીની મદદથી સાત વિકેટે વિજય મેળવી લીધો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને સેમ અયુબના 32, સુકાની બાબર આઝમના 737 તથા શાદાબ ખાને 20 બોલમાં નોંધાવેલા 41 રનની મદદથી ચાર વિકેટે 178 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્લેયર ઓફ ધ મેચ બનેલા ચેપમેનને 42 બોલમાં નોંધાવેલા અણનમ 87 રનની મદદથી 18.2 ઓવરમાં ત્રણ વિકેટે 179 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ પાંચ મેચની શ્રેણી ત્રીજી મેચ બાદ 1-1થી સરભર થઈ છે. ન્યૂઝીલેન્ડ માટે ઇશ સોઢીએ 25 રનમાં બે તથા પાકિસ્તાન માટે અબ્બાસ આફ્રિદીએ 27 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. બંને ટીમ હવે લાહોર જશે ત્યાં 25મી તથા 27મીએ શ્રેણીની બાકીની બે ટી20 રમાશે.










