• 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી લાહોરમાં રમાશે મેચ
  • પાકિસ્તાનમાં પૂરથી 1545 લોકોના મોત, 3.3 કરોડને નુકસાન
  • મેચની ટિકિટના રૂપિયાથી કરાશે પૂર પીડિતોની મદદ

પાકિસ્તાનની ટીમ દેશમાં પૂરથી થયેલા નુકસાનને માટે જાગરુકતા ફેલાવવા માટે એક ખાસ જર્સી પહેરશે. મંગળવારે રમાનારી પહેલી ટી-20 મેચ પહેલા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના ક્રિકેટર્સે ખાસ સંદેશ આપ્યો છે. મેચ પહેલા સોમવારે એક વીડિયો રીલિઝ કર્યો છે અને તેમાં કહેવાયું છે કે વધુ ને વધુ લોકો સ્ટેડિયમ આવીને મેચ જુઓ, જેથી ટિકિટના જે રૂપિયા આવે તેનાથી પૂર પીડિતોની મદદ કરી શકાય. વર્ષ 2005ના બાદ ઈંગ્લેન્ડની આ પાકિસ્તાનની પહેલી મુલાકાત છે જેની શરૂઆત કરાંચીમાં થશે. જે 4 મેચની રહેશે. 3 મેચ લાહોરમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રમાશે. બટલર ટીમની સાથે છે અને રિહેબિલિટેશનની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યા છે.

જૂન મહિનાથી પૂરની ઝપેટમાં છે પાકિસ્તાન

પાકિસ્તાન જૂનના મધ્યથી ભીષણ પૂરની ઝપેટમાં છે અને પૂર સંબંધી ઘટનાઓના કારણે અત્યાર સુધી અહીં 1545 લોકોના મોત થયા છે અને સાથે જ 3.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે જ્યારે હજારો બેઘર બન્યા છે. કુદરતી હોનારત બાદ ડોક્ટર અને ચિકિત્સા કર્મચારી બીમારીઓ અને અન્ય સંક્રમણમાં વધારાથી લડી રહ્યા છે. સાથે જ પૂર વિસ્થાપિતોને દવા, ભોજનનો સામાન અને ટેન્ટ પણ આપી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી એક પણ મોત થયું હોવાની જાણકારી મળી નથી.

પીડિત લોકોનો વધશે ઉત્સાહ

આ પહેલા 15 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આશા રાખી હતી કે પાકિસ્તાનની સાથે આગામી ટી20 સીરિઝ આ દેશમાં આવેલા વિનાશકારી પૂરથી પીડિત લાખો લોકોનો ઉત્સાહ વધારવામાં મદદ કરશે. બટલરે કહ્યું કે આ મુશ્કેલ સમય છે કે પાકિસ્તાનના લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે એક ટીમના રૂપમાં અમે કેટલીક રકમ દાન કરી રહ્યા છે. એટલું નહીં બોર્ડ પણ એટલી રકમ આપશે. જેથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય. બટલર સહિત ઈંગ્લેન્ડના અનેક ખેલાડીઓ પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લઈ રહ્યા છે. ટીમમાં પરત આવનારા એલેક્સ હેલ્સ, મોઈન અલી અને લિયામ ડોસને પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. બેન સ્ટોક્સ, ક્રિસ જોર્ડન અને લિયામ લિંવિંગ સ્ટોન આ મેચથી હટી ચૂક્યા છે. પરંતુ આ ખેલાડી ટી20 વિશ્વ કપ ટીમનો ભાગ છે.  

  • Follow us on: