- પાકિસ્તાનના હેડ કોચ તરીકે જેસન ગિલેસ્પીની પ્રથમ શ્રેણી રહેશે
- પાકિસ્તાનની બેટિંગ મુખ્યત્વે બાબર આઝમ તથા સાઉદ શકીલ ઉપર રહેશે
- બાબરે છેલ્લી 10 ટેસ્ટમાં 40.84ની સરેરાશથી 776 રન બનાવ્યા હતા
યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી રાવલપિંડી ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે ત્યારે પાકિસ્તાની ટીમ એક પણ સ્પિનર વિના મેદાનમાં ઉતરશે. શ્રીલંકન ટીમ સામે તે ચાર પેસ બોલર્સ નસીમ શાહ, શાહિન શાહ આફ્રિદી, મોહમ્મદ અલી તથા ખુર્રમ શહજાદ સામેલ છે.
સ્ટેડિયમના કેટલાક ભાગમાં રિનોવેશન ચાલી રહ્યું હોવાના કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી જાહેરાત કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિવાદને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની બેટિંગ મુખ્યત્વે બાબર આઝમ તથા સાઉદ શકીલ ઉપર રહેશે. બાબરે છેલ્લી 10 ટેસ્ટમાં 40.84ની સરેરાશથી 776 રન બનાવ્યા હતા. બીજી તરફ શકીલે છેલ્લી 10 મેચમાં 60.44ની એવરેજથી 967 રન બનાવ્યા છે. બોલિંગમાં અબરાર એહમદ અને નસીમ શાહ મહત્ત્વપૂર્ણ વિકલ્પ રહેશે.










