નવરંગપુરા સ્ટેડિયમ ખાતે રમાતી લાસ્ટ માઇલ ક્રિકેટ કાર્નિવલ (એલએમસીસી) ટી20 ટૂર્નામેન્ટમાં રેગિંગ બુલ્સે પિચ સ્મેશર્સને 14 રનથી હરાવીને પ્લેટ ફાઇનલ ટ્રોફી જીતી લીધી હતી. રેગિંગ બુલ્સે છ વિકેટે 179 રન બનાવ્યા હતા. જેમાં મેન ઓફ ધ મેચ વિમલ સોલંકીના બાવન બોલમાં 86, અનિલ પટેલના 24 તથા રિકીન ચૌહાણના 24 રન મુખ્ય રહ્યા હતા.


વાસીમ બશીરે 16 રનમાં બે વિકેટ ઝડપી હતી. પિચ સ્મેશર્સે સાત વિકેટે 165 રન બનાવ્યા હતા. આકાશ ભાટે 61 તથા વાસીમ બશીરે 27 રન બનાવ્યા હતા. રિકીન ચૌહાણે 26 રનમાં ત્રણ તથા અનિકેત રાઠોડે 30 રનમાં બે વિકેટ ઝડપી હતી. પાંચમા અને છઠ્ઠા ક્રમ માટે રમાયેલી બાઉલ ફાઇનલમાં સ્પાર્ટન વોરિયર્સે ટેચી બ્લાસ્ટર્સને એક રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. વોરિયર્સે સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. જેમાં અમિત રંજનના 60 રન મુખ્ય હતા. બ્લાસ્ટર્સ ટીમે પાંચ વિકેટે 170 રન બનાવ્યા હતા. મેચ ઓફ ધ મેચ બનેલા રાકેશ યાદવે 63 બોલમાં 110 રન બનાવ્યા હતા.


  • Follow us on: