- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ રમાશે
- ટેસ્ટ કરિયરમાં 10 હજારથી વધુ રન બનાવનાર ટોપ 5 ક્રિકેટર્સ
- સચિન તેંડુલકર આ લિસ્ટમાં સૌથી ઉપર, કોહલી ટોપ 10થી બહાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં બે મેચની દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ માટે બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે જશે. આ શ્રેણી માટે ઘણા ભારતીય ખેલાડીઓ ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલીના ચાહકો તેના ફોર્મમાં પાછા ફરવાની આશા રાખી રહ્યા છે. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં 113 ટેસ્ટ મેચ રમી છે. પ્રશંસકો રાહ જોઈ રહ્યા છે કે તે જલ્દીથી જલ્દી 10 હજાર રન પૂરા કરે. આવી સ્થિતિમાં, અહીં જાણો ટેસ્ટ ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવવાના મામલામાં કયા ક્રિકેટર ટોપ 5માં છે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી કયા સ્થાન પર છે.
ટેસ્ટ કરિયરમાં 10 હજારથી વધુ રન બનાવનાર ટોપ 5 ક્રિકેટર્સ
ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 14 ખેલાડીઓએ 10 હજારથી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં ભારતના સચિન તેંડુલકર ઉપરાંત રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર પણ સામેલ છે.
સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. સચિન વર્ષ 2013માં નિવૃત્ત થયો હતો. ત્યારપછી તેનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. સચિન તેંડુલકરે 200 મેચમાં 54.04ના સ્ટ્રાઈક રેટથી 15921 રન બનાવ્યા છે. જેમાં 68 અડધી સદી અને 51 સદી સામેલ છે. તેણે પોતાની ટેસ્ટ કરિયરમાં આ ઇનિંગમાં અણનમ 248 રન બનાવ્યા છે.
રિકી પોન્ટિંગ
રિકી પોન્ટિંગે 168 ટેસ્ટ મેચ રમી છે. આ 168 મેચોમાં તેણે 58.72ની સ્ટ્રાઈક રેટથી 13378 રન બનાવ્યા છે. જેમાં 62 અડધી સદી અને 41 સદી સામેલ છે. રિકી પોન્ટિંગનો સર્વોચ્ચ સ્કોર 257 રન છે.
જેક કાલીસ
જેક કાલીસે કુલ 166 ટેસ્ટ મેચ રમી છે. 166 મેચમાં તેણે 45.97ની સ્ટ્રાઈક રેટથી 13289 રન બનાવ્યા છે. જેમાં 58 અડધી સદી અને 45 સદી સામેલ છે. જેક કાલીસનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.
રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ મેચ રમી છે. આ 164 મેચોમાં તેણે 42.51ના સ્ટ્રાઈક રેટથી 13288 રન બનાવ્યા છે. જેમાં 63 અડધી સદી અને 63 સદી સામેલ છે. રાહુલ દ્રવિડનો સર્વોચ્ચ સ્કોર 270 રન છે.
એલિસ્ટર કૂક
એલિસ્ટર કૂકે 161 ટેસ્ટ મેચ રમી છે. આ 161 મેચોમાં તેણે 46.95ના સ્ટ્રાઈક રેટથી 12472 રન બનાવ્યા છે. જેમાં 57 અડધી સદી અને 33 સદી સામેલ છે. એલિસ્ટર કૂકનો સર્વોચ્ચ સ્કોર 294 રન છે.
સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી આ સ્થાન પર
ટેસ્ટ ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવવાની વાત કરીએ તો ટોચના 6 ક્રિકેટરોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ લાંબા સમય પહેલા સંન્યાસ લઈ ચૂક્યા છે. આ સાથે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલીથી ઉપર 18 ખેલાડી છે. સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી 19માં નંબર પર છે. તેણે 113 ટેસ્ટ મેચ રમી છે. આ 113 મેચોમાં તેણે 55.56ના સ્ટ્રાઈક રેટથી 8848 રન બનાવ્યા છે. જેમાં અત્યાર સુધી 30 અડધી સદી અને 29 સદી સામેલ છે. વિરાટ કોહલીનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 254 રન છે.