- હેડ કોચ ગંભીરની નજર હેઠળ ભારતે મિશન શ્રીલંકા માટે પ્રેક્ટિસ શરૂ કરી
- શ્રીલંકા સામેની શ્રેણી બાદ ગંભીરનો ભાવિ પ્લાન કયો છે તેનો સંકેત મળી શકે
- ભારતીય ટીમ શ્રીલંકા સામે 27મી જુલાઇથી ત્રણ મેચની ટી20 શ્રેણી રમશે
ભારતના નવનિયુક્ત હેડ કોચ ગૌતમ ગંભીર અને નવા સુકાની સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ કોલંબો પહોંચી ચૂકી છે અને ભારતીય ટીમ શ્રીલંકા સામે 27મી જુલાઇથી ત્રણ મેચની ટી20 શ્રેણી રમશે.પાલેકલ પહોંચ્યા બાદ ભારતીય ટીમે મંગળવારથી મિશન શ્રીલંકા માટે આકરી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
ભારતીય ટીમ લાંબા સમય બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા વિના ટી20 ફોર્મેટમાં રમશે. આ ત્રણેય ખેલાડીઓએ ક્રિકેટની શોર્ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ગંભીરે પ્રેક્ટિસમાં સેમસનને બેટિંગ અંગે ટિપ્સ આપી હતી. શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવવું વિદેશી ટીમો માટે મુશ્કેલ રહેતું હોય છે. જોકે શ્રીલંકન ટીમ પહેલાં જેવી રહી નથી. છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકન સ્પિનર્સ આજે પણ હરીફ બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. તેમની પાસે પ્રત્યેક શ્રેણીમાં કોઇને કોઇ એક રહસ્યમય સ્પિનર રહે છે જે કોઇ પણ ટીમ માટે સમસ્યાઓ ઊભી કરતો હોય છે.










