- રાહુલ અને રોહિત ઓપનિંગમાં સારું રમે
- ઓલરાઉન્ડર ખેલાડીઓ રનની સાથે વિકેટ પણ લે
- બોલર્સે પણ ટીમ માટે બેસ્ટ સાબિત થવું પડશે
એશિયા કપ 2022 ભારત અને પાકિસ્તાનની વચ્ચે સુપર 4ની બીજી મેચ આજે દુબઈમાં રમાશે. આ મેચ પહેલા ભારતે ગ્રૂપ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. હવે આ સમયે બંને ટીમો સામ સામે હશે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ મેચમાં નહીં રમે. ઈજા થવાના કારણે તે ટીમમાંથી બહાર છે. જ્યારે પાકિસ્તાનના બોલર શાહનવાઝ દહાની પણ ટીમમાં સામેલ નથી. જો આ મેચમાં 3 વાતને લાગૂ કરાશે તો ભારતની જીત નક્કી છે.
રાહુલ અને રોહિત ઓપનિંગમાં સારું રમે
ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની વિરોધમાં જીત મેળવવા માટે ખાસ મહેનત કરવાની જરૂર રહેશે. જો ભારતની ઓપનિંગ જોડી ચાલી જશે તો આ જીતમાં ટીમને ફાયદો થશે. કેએલ રાહુલ પાકિસ્તાનના વિરોધમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. તેઓએ હોંગકોંગના વિરોધમાં 39 બોલમાં 36 રન બનાવ્યા હતા. જો રાહુલ અને રોહિતની જોડી આજે સારી શરૂઆત કરે છે તો મેચ જીતવામાં મદદ મળી શકશે.

ઓલરાઉન્ડર ખેલાડીઓ રનની સાથે વિકેટ પણ લે
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજા થવાના કારણે મેચ રમી રહ્યા નથી. આ સમયે દિપક હુડ્ડા કે અક્ષર પટેલને તેનું સ્થાન મળી શકે છે. ટીમના ઓલરાઉન્ડર ખેલાડીનો રોલ પણ આજની મેચ માટે ખાસ સાબિત થશે. જો ઓલરાઉન્ડર ખેલાડી રન બનાવવાની સાથે સાથે વિકેટ લેશે તો ટીમ ઈન્ડિયાની જીત નક્કી હશે.
બોલર્સે પણ ટીમ માટે બેસ્ટ સાબિત થવું પડશે
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને અર્શદીપના પ્રદર્શન પર પણ સૌની નજર રહેશે. અનુભવી ભુવનેશ્વર ભારત માટે સૌથી ખાસ સાબિત થશે. જ્યારે અર્શદીપ યુવા હોવાની સાથે ટેલેન્ટેડ બોલર છે. આ સાથે ભારતીય બોલર્સે પણ પોતાનું બેસ્ટ આપવાનું રહેશે. જો તે આવું કરશે તો ભારતીય ટીમ જીતની નજીક રહેશે.