• મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બેઠેલા ફેંસે હાર્દિક પંડયાને ચીડવવાનું બંધ કર્યું
  • હાર્દિક જ્યારે મુંબઈ ઈન્ડિયનનો સુકાની બન્યો ત્યારથી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે
  • કિંગ વિરાટ કોહલીના વાયરલ વીડિયોમાં ફેંસને અપીલ કરતો નજરે પડયો

હાર્દિક પંડયા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની બન્યો છે, ત્યારથી તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ગત દિવસોમાં મુંબઈના વાનખેડે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેંસ દ્વારા રોહિત..રોહિતના સૂત્રોચ્ચાર કરી ખૂબ પજવણી કરવામાં આવી હતી. ફરી કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે હાર્દિક પંડયા ગુરુવારે આરસીબી વિરુદ્ધ બોલિંગ કરવા ઉતર્યો ત્યારે અહીં ફેંસે ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ આ આખો મામલો સંભાળી લીધો હતો. અને વિરાટ કોહલીએ અપીલ કરતા તમામ ફેંસ પાછા ફરી ગયા ગયા હતા.

 

હાર્દિક, હાર્દિકની ગુંજ સંભળાવા લાગી

વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ફેંસને આવું ન કરવા વિનંતી કરતા નજરે પડી રહ્યો છે. કોહલીએ તેને હાર્દિક પંડયાને પજવણી ન કરવાની અપીલ કરી હતી. આવું ત્યારે થયું જ્યારે પંડયા રોહિત શર્માના આઉટ થયા બાદ બેટિંગ કરવા ઉતર્યો હતો. કિંગ કોહલીની આ વિનંતીની અસર થઈને ફેંસ તરત પાછા ફર્યા અને સ્ટેડિયમમાં હાર્દિક...હાર્દિકની ગુંજ સંભળાવા લાગી હતી.

  

રોહિત શર્માએ પણ વિનંતી કરી હતી

આ પછી ટીકાકારોએ પણ આ બાબતે ચર્ચા કરી. તે વિરાટ કોહલીના આ દિલ જીતી લેનારા કામના વખાણ પણ કરતો જોવા મળ્યો હતો. સાથે જ ચાહકોએ પણ કોહલીના વખાણ કર્યા છે. તે કહે છે કે કિંગ કોહલીએ ખેલદિલીની ભાવનાને જાળવી રાખવા માટે ઘણું સારું કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પોતે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ફેન્સને ચૂપ કરતા જોવા મળ્યા હતા. તેણે ચાહકોને બૂમ પાડવાનું બંધ કરવા કહ્યું હતું. જો કે, પંડ્યાએ જ્યારે તેનું નામ ગુંજવાનું શરૂ કર્યું, ત્યારે તે પણ ઉત્સાહથી ભરાઈ ગયો.

આકાશ અંબાણી સાથે રોહિત!

આ પછી તેણે વિસ્ફોટક બેટિંગ કરી. પંડ્યાએ 6 બોલમાં 3 સિક્સર ફટકારી, અણનમ 21 રન બનાવ્યા અને 27 બોલ બાકી રહેતા મેચ પૂરી કરી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ દરમિયાન રોહિતનો એક વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં તે આકાશ અંબાણી સાથે જોવા મળી રહ્યો છે. આ પછી ફરી એકવાર અટકળોનું બજાર ગરમાયું છે.


  • Follow us on: