અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારી, જેમાં તેને 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ રેકોર્ડ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો. અભિષેકે હવે T20Iમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. યુવરાજે T20Iમાં 74 છગ્ગા ફટકાર્યા હતા.
તમને જણાવી દઈએ કે અભિષેકે યુવરાજ સિંહના રેકોર્ડને ઘણી ઓછી ઈનિંગમાં તોડી નાખ્યો છે. યુવરાજ સિંહે 51 ઈનિંગમાં 74 T20 ઈન્ટરનેશનલ સિક્સ ફટકારી હતી. અભિષેકે ફક્ત 33 T20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ અભિષેકે તેના ગુરુની 18 ઈનિંગ પહેલા પાછળ છોડી દીધો છે.
કેએલ રાહુલથી પાછળ છે અભિષેક શર્મા
આ સાથે અભિષેક ભારત માટે T20Iમાં સૌથી વધુ સિક્સ ફટકારનારાઓના લિસ્ટમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. કેએલ રાહુલ 99 સિક્સ સાથે લિસ્ટમાં પાંચમા સ્થાને છે. હવે અભિષેકનું આગામી લક્ષ્ય કેએલ રાહુલનો રેકોર્ડ તોડવાનું હશે. અભિષેક તેની છગ્ગા મારવાની ક્ષમતા માટે જાણીતો છે.
રોહિત શર્મા - 205 છગ્ગા (151 ઈનિંગ)
સૂર્યકુમાર યાદવ - 156 છગ્ગા (94 ઈનિંગ)
વિરાટ કોહલી - 124 છગ્ગા (117 ઈનિંગ)
હાર્દિક પંડ્યા - 106 છગ્ગા (98 ઈનિંગ)
કેએલ રાહુલ - 99 છગ્ગા (68 ઈનિંગ)
અભિષેક શર્મા - 81 છગ્ગા (33 ઈનિંગ)
યુવરાજ સિંહ - 74 છગ્ગા (51 ઈનિંગ)
અભિષેક શર્માએ ઝડપી ઈનિંગ રમી
નાગપુરમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં અભિષેક પોતાની સદી ચૂકી ગયો. તેને માત્ર 35 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. આઉટ થયા પછી અભિષેક ઘણો નિરાશ જોવા મળ્યો હતો. તે સ્પષ્ટપણે નારાજ હતો કે તે ફક્ત 16 રનથી પોતાની સદી ચૂકી ગયો.
T20 વર્લ્ડકપમાં ફેન્સની નજર અભિષેક પર રહેશે
તમને જણાવી દઈએ કે અભિષેકને T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. ફેન્સ ચોક્કસપણે ટુર્નામેન્ટ દરમિયાન અભિષેક પર નજર રાખશે. તેનું ફોર્મ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે. મેચમાં સારી ઈનિંગ ટીમને મજબૂત શરૂઆત આપશે, જ્યારે નિષ્ફળતા મેન ઈન બ્લુના કુલ સ્કોર પર નોંધપાત્ર અસર કરશે. મોટી ઈવેન્ટમાં અભિષેક કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: IND Vs NZ: T20I મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો સમગ્ર ડિટેલ્સ