એશિયા કપ 2025 શરૂ થવામાં હવે 1 દિવસથી પણ ઓછો સમય બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટો ફેરફાર થયો છે.
PCB બંધારણ 2014ની કલમ 29 હેઠળ બોર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ PMS અધિકારી મન્સૂર કાદિરને મોટી જવાબદારી મળી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એક મોટો નિર્ણય લીધો છે.
એશિયા કપ પહેલા મોટા ફેરફાર
એશિયા કપ 2025 પહેલા મન્સૂર કાદિરને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. PCB બંધારણ 2014 ની કલમ 29 હેઠળ PCBના સંરક્ષક અને વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. કાર્યભાર સંભાળ્યા પછી મન્સૂર કાદિર PCBના અધ્યક્ષ મોહસીન નકવીને મળ્યા. મોહસીન નકવી માને છે કે મન્સૂર પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. તેમને કહ્યું છે કે મન્સૂર કાદિર પોતાની ફરજો પ્રામાણિકતાથી નિભાવશે.
પાકિસ્તાન જીતી ગયું ફાઈનલ
એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે UAE અને અફઘાનિસ્તાન સામે ટ્રાઈ સિરીઝ રમી હતી. પાકિસ્તાને ફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 માટે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાકિસ્તાન એશિયા કપમાં પોતાની પહેલી મેચ 12 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ 14 સપ્ટેમ્બરે રમાશે.
એશિયા કપ 2025 માટે પાકિસ્તાન ટીમ
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફયાન મોકિમ.