એશિયા કપ 2025 નો 12 મો મુકાબલો ભારત અને ઓમાન વચ્ચે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની આખરી લીગ મેચ છે, જેમાં ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે.










