
Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ

Sep 10, 2025 11:47 pm
AFG Vs HK Live Score: યાસીમ મુર્તઝા થયો આઉટ
શરૂઆતની મેચમાં હોંગકોંગે માત્ર 91 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. યાસીમ મુર્તઝા 16 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ગુલબદીને આ સાથે પોતાની બીજી વિકેટ મેળવી.
Sep 10, 2025 11:56 am
AFG Vs HK Live Score: હોંગકોંગની શરમજનક હાર
એશિયા કપ 2025 ની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બેટ અને બોલ બંનેથી પ્રભુત્વ મેળવ્યું. 188 રનના ટાર્ગેટના જવાબમાં હોંગકોંગની ટીમ ફક્ત 94 રન બનાવી શકી અને તે જ રનથી મેચ હારી ગઈ. અફઘાન બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.
Sep 10, 2025 11:40 am
AFG Vs HK Live Score: એઝાઝ ખાન થયો આઉટ
રાશિદ ખાને 17મી ઓવરમાં એઝાઝ ખાનની વિકેટ લીધી. એઝાઝે 10 બોલમાં 6 રન બનાવ્યા. અફઘાનિસ્તાન જીતની કગાર પર છે.
Sep 09, 2025 11:35 pm
AFG Vs HK Live Score: 16 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
16 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 7 વિકેટના નુકસાન સાથે 78 રન છે. યાસીમ મુર્તઝા 20 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે એઝાઝ ખાન 8 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 11:30 pm
AFG Vs HK Live Score: 15 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
15 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 7 વિકેટના નુકસાન સાથે 73 રન છે. યાસીમ મુર્તઝા 16 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે એઝાઝ ખાન 6 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 11:24 pm
AFG Vs HK Live Score: 14 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
14 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 7 વિકેટના નુકસાન સાથે 68 રન છે. યાસીમ મુર્તઝા 13 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે એઝાઝ ખાન 3 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 11:18 pm
AFG Vs HK Live Score: બાબર હયાત થયો આઉટ
હોંગકોંગે બાબર હયાતના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી. તે ફિફ્ટી ફટકારવા ચૂકી ગયો. 43 બોલમાં 39 રન બનાવ્યા બાદ 13મી ઓવરમાં ગુલબદીને તેને આઉટ કર્યો.
Sep 09, 2025 11:12 pm
AFG Vs HK Live Score: 12 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
12 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 5 વિકેટના નુકસાન સાથે 60 રન છે. યાસીમ મુર્તઝા 6 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 41 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 11:07 pm
AFG Vs HK Live Score: 11 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
11 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 5 વિકેટના નુકસાન સાથે 44 રન છે. યાસીમ મુર્તઝા 5 બોલમાં 0 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 36 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 11:01 pm
AFG Vs HK Live Score: કિંચિત શાહ થયો આઉટ
હોંગકોંગની ટીમ શરૂઆતની મેચમાં ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. અડધી ટીમ ફક્ત 43 રનના સ્કોર સાથે પેવેલિયન પાછી ફરી છે. કિંચિન શાહ ફક્ત 6 રન બનાવીને નૂર અહેમદનો શિકાર બન્યો.
Sep 09, 2025 10:56 pm
AFG Vs HK Live Score: 9 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
9 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 4 વિકેટના નુકસાન સાથે 40 રન છે. કિંચિત શાહ 8 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 31 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 10:52 pm
AFG Vs HK Live Score: 8 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
8 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 4 વિકેટના નુકસાન સાથે 30 રન છે. કિંચિત શાહ 6 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 27 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 10:48 pm
AFG Vs HK Live Score: 7 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
7 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 4 વિકેટના નુકસાન સાથે 28 રન છે. કિંચિત શાહ 5 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 22 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 10:44 pm
AFG Vs HK Live Score: 6 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
6 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 4 વિકેટના નુકસાન સાથે 23 રન છે. કિંચિત શાહ 3 બોલમાં 0 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 18 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 10:40 pm
AFG Vs HK Live Score: કલ્હણ છલ્લુ થયો આઉટ
હોંગકોંગની ટીમે પાવર પ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી છે. જેમાંથી 2 રન આઉટ થયા. હોંગકોંગની ટીમને 21 રનના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. કલ્હણ છલ્લુને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ રન આઉટ કર્યો હતો. 5 ઓવર પછી, હોંગકોંગે 4 વિકેટ ગુમાવ્યા બાદ 22 રન બનાવ્યા છે.
Sep 09, 2025 10:31 pm
AFG Vs HK Live Score: 4 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર
4 ઓવર બાદ હોંગકોંગનો સ્કોર 3 વિકેટના નુકસાન સાથે 19 રન છે. કલ્હણ છલ્લુ 6 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે બાબર હયાત 11 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 10:24 pm
AFG Vs HK Live Score: નિઝાકત ખાન થયો આઉટ
મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગે ત્રીજી ઓવરમાં જ પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. નિઝાકત ખાન 16 રનના સ્કોર પર રાશિદ ખાનના હાથે રન આઉટ થયો.
Sep 09, 2025 10:20 pm
AFG Vs HK Live Score: ઝીશાન અલી થયો આઉટ
હોંગકોંગની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. મેચની બીજી ઓવરમાં હોંગકોંગે પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી છે. વિકેટકીપર બેટ્સમેન ઝીશાન અલીને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ પેવેલિયન મોકલ્યો છે. 2 ઓવર પછીનો સ્કોર 12 રનમાં 2 વિકેટ છે.
Sep 09, 2025 10:17 pm
AFG Vs HK Live Score: અંશુમન રથ થયો આઉટ
જ્યારે હોંગકોંગ મોટા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે તેમને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો પડ્યો. ઓપનર અંશુમન રથને ફઝલહક ફારૂકીએ ખાતું ખોલાવ્યા વિના આઉટ કરી દીધો.
Sep 09, 2025 10:14 pm
AFG Vs HK Live Score: હોંગકોંગની ઈનિંગ શરૂ
પહેલી મેચમાં હોંગકોંગની ટીમ હવે 189 રનના ટાર્ગેટનો પીછો કરી રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરો પર મોટી જીત નોંધાવવાનું દબાણ છે.
Sep 09, 2025 09:48 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાનને હોંગ કોંગને જીત માટે આપ્યો 189 રનનો ટાર્ગેટ
પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 188 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે હોંગકોંગને જીતવા માટે 189 રન બનાવવા પડશે. ટીમ માટે સેદીકુલ્લાહ અટલે શાનદાર બેટિંગ કરી અને 52 બોલમાં 73 રનની અણનમ ઈનિંગ રમી. કેપ્ટન રાશિદ ખાન 1 બોલમાં 3 રન બનાવીને અણનમ રહ્યો. એહસાન ખાને 20મી ઓવરમાં કરીન જન્નતની વિકેટ લીધી.
Sep 09, 2025 09:40 pm
AFG Vs HK Live Score: અઝમતુલ્લાહ ઓમરઝાઈ થયો આઉટ
19 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર બાદ 5 વિકેટ સાથે 179 રન છે. આ ઓવર આયુષ શુક્લાએ ફેંકી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 21 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો. આ સિવાય સેદીકુલ્લાહ અટલ 49 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે કરીમ જન્નત 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:33 pm
AFG Vs HK Live Score: 18 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
18 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર બાદ 4 વિકેટ સાથે 155 રન છે. આ ઓવર એહસાન ખાને ફેંકી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 16 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 49 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:29 pm
AFG Vs HK Live Score: 17 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
17 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર બાદ 4 વિકેટ સાથે 144 રન છે. આ ઓવર અતીક ઈકબાલે ફેંકી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 11 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 48 બોલમાં 68 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:24 pm
AFG Vs HK Live Score: 16 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
16 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર બાદ 4 વિકેટ સાથે 119 રન છે. આ ઓવર યાસીમ મુર્તઝાએ ફેંકી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 9 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 44 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:17 pm
AFG Vs HK Live Score: સેદીકુલ્લાહ અટલે ફટકારી અડધી સદી
15મી ઓવર કિંચિત શાહે ફેંકી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 6 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 41 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:13 pm
AFG Vs HK Live Score: 14 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
14મી ઓવર યાસીમ મુર્તઝાએ ફેંકી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 3 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 38 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:09 pm
AFG Vs HK Live Score: ગુલબદ્દીન નાયબ થયો આઉટ
અફઘાનિસ્તાને તેની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. ગુલબદ્દીન નાયબ ફક્ત 5 રન બનાવીને પેવેલિયન પરત ફરી રહ્યો છે. અફઘાનિસ્તાને આ વિકેટ 95ના સ્કોર પર ગુમાવી દીધી છે. કિંચિન શાહે બીજી વિકેટ લીધી છે.
Sep 09, 2025 09:05 pm
AFG Vs HK Live Score: 12 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
12મી ઓવર યાસીમ મુર્તઝાએ ફેંકી. ગુલબદ્દીન નાયબ 6 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 31 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:02 pm
AFG Vs HK Live Score: 11 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
11મી ઓવર કિંચિત શાહે ફેંકી. ગુલબદ્દીન નાયબ 3 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે સેદીકુલ્લાહ અટલ 28 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 09, 2025 09:00 pm
AFG Vs HK Live Score: મોહમ્મદ નબી થયો આઉટ
કિંચિન શાહે નબી અને અટલ વચ્ચેની અડધી સદીની પાર્ટનરશીપનો અંત લાવ્યો છે. નબી 26 બોલમાં 33 રન બનાવ્યા બાદ પેવેલિયન પરત ફર્યો.
Sep 09, 2025 08:58 pm
AFG Vs HK Live Score: નબી-અટલે અડધી સદીની પાર્ટનરશીપ કરી પૂર્ણ
મોહમ્મદ નબી અને અટલ વચ્ચેની અડધી સદીની પાર્ટનરશીપ પૂર્ણ થઈ ગઈ છે. અટલ 30 રન બનાવીને રમી રહ્યો છે અને નબી 32 રન બનાવીને પછી રમી રહ્યો છે. આ પાર્ટનરશીપ તોડવી હોંગકોંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
Sep 09, 2025 08:55 pm
AFG Vs HK Live Score: ખરાબ શરૂઆત છતાં અફઘાનિસ્તાનની શાનદાર વાપસી, નબી અને સાદિકે પારી સંભાળી
ખરાબ શરૂઆત બાદ અફઘાનિસ્તાનની શાનદાર વાપસી થઈ છે. એક તબક્કે, 3 ઓવરમાં 26 રનમાં 1 વિકેટ પડી હતી, પરંતુ તે પછી નિયમિત સમયાંતરે બીજી વિકેટ પડી. આ સ્થિતિમાં, મોહમ્મદ નબી અને સાદીકએ ટીમની કમાન સંભાળી હતી. આ બંને બેટ્સમેન ધીમી શરૂઆત બાદ ધીમે-ધીમે રન બનાવવાનું શરૂ કર્યું હતું. જો આપણે મેચની સમીક્ષા કરીએ, તો આ જોડીએ 21 બોલમાં 33 રન બનાવ્યા હતા અને એક સમયે રન રેટ 10ને પાર કરી ગયો હતો. અફઘાનિસ્તાનના ટોપ બેટ્સમેનોમાં, ઇબ્રાહિમ ઝાદરાન 4 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે મોહમ્મદ નબી 23 બોલમાં 31 રન અને સેદિકુલ્લાહ અતલ 22 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યા હતા. 10 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 77 રન છે.
Sep 09, 2025 08:53 pm
AFG Vs HK Live Score: 10 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
10 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 77 રન છે. આ ઓવરમાં 5 રન બન્યા હતા જેમાં ચાર સિંગલ અને એક વાઇડનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી સેદીકુલ્લાહ અતલ 26 બોલમાં 30 રન અને મોહમ્મદ નબી 25 બોલમાં 33 રન બનાવીને ક્રિઝ પર છે. આ ઓવર યાસીમ મુર્તઝાએ નાખી હતી અને તેણે તેની પહેલી ઓવરમાં કોઈ વિકેટ લીધા વગર 5 રન આપ્યા હતા.
Sep 09, 2025 08:48 pm
AFG Vs HK Live Score: 9 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
9 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 72 રન છે. આ ઓવરમાં 11 રન બન્યા હતા જેમાં બે ચોગ્ગા, બે સિંગલ અને એક વાઇડનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી મોહમ્મદ નબી 23 બોલમાં 31 રન અને સેદીકુલ્લાહ અતલ 22 બોલમાં 28 રન બનાવીને ક્રિઝ પર છે. બોલર આઈઝાઝ ખાને તેની બીજી ઓવરમાં કોઈ વિકેટ લીધા વગર 11 રન આપ્યા છે અને તેનો કુલ આંક 2 ઓવરમાં 26 રનનો છે.
Sep 09, 2025 08:44 pm
AFG Vs HK Live Score: 8 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
8 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 61 રન છે. આ ઓવરમાં 5 રન બન્યા હતા જેમાં બે સિંગલ્સ, એક ડબલ અને એક લેગ-બાયનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી મોહમ્મદ નબી 19 બોલમાં 22 રન અને સેદીકુલ્લાહ અતલ 20 બોલમાં 27 રન બનાવીને ક્રિઝ પર છે. બોલર એહસાન ખાને તેની બીજી ઓવરમાં કોઈ વિકેટ લીધા વગર 4 રન આપ્યા છે અને તેનો કુલ આંક 2 ઓવરમાં 8 રનનો છે.
Sep 09, 2025 08:40 pm
AFG Vs HK Live Score: 7 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
7 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 56 રન છે. આ ઓવરમાં 15 રન બન્યા હતા જેમાં એક વાઇડ, એક ડબલ, એક સિંગલ, એક ચોગ્ગો, એક છગ્ગો અને એક સિંગલનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી સેદીકુલ્લાહ અતલ 19 બોલમાં 27 રન અને મોહમ્મદ નબી 14 બોલમાં 18 રન બનાવીને ક્રિઝ પર છે. આઇઝાઝ ખાને તેની પહેલી ઓવરમાં કોઈ વિકેટ લીધા વગર 15 રન આપ્યા છે.
Sep 09, 2025 08:34 pm
AFG Vs HK Live Score: 6 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
6 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 41 રન છે. આ ઓવરમાં 4 રન બન્યા હતા જેમાં બે સિંગલ્સ અને એક ડબલનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી સેદીકુલ્લાહ અતલ 17 બોલમાં 26 રન અને મોહમ્મદ નબી 10 બોલમાં 5 રન બનાવીને ક્રિઝ પર છે. બોલર એહસાન ખાનની આ પહેલી ઓવર હતી અને તેણે કોઈ વિકેટ લીધા વગર 4 રન આપ્યા હતા.
Sep 09, 2025 08:30 pm
AFG Vs HK Live Score: 5 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
5 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 37 રન છે. આ ઓવરમાં 11 રન બન્યા હતા જેમાં એક વાઇડ, એક ચોગ્ગો અને 6 સિંગલ્સનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી મોહમ્મદ નબી 6 બોલમાં 2 રન અને સેદીકુલ્લાહ અતલ 15 બોલમાં 25 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે બોલર આયુષ શુક્લાએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે.
Sep 09, 2025 08:25 pm
AFG Vs HK Live Score: 4 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
4 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 26 રન છે. આ ઓવરમાં કોઈ રન બન્યો નથી, એટલે કે ઓવર મેડન રહી છે અને બોલર અતીક ઇકબાલે આ ઓવર દરમિયાન કોઈ રન આપ્યો નથી. બેટ્સમેનમાંથી મોહમ્મદ નબી 4 બોલમાં 0 રન અને સેદીકુલ્લાહ અતલ 11 બોલમાં 17 રન બનાવીને ક્રિઝ પર છે. બોલર અતીક ઇકબાલે 2 ઓવરમાં માત્ર 7 રન આપીને 1 વિકેટ લીધી છે, જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે.
Sep 09, 2025 08:22 pm
AFG Vs HK Live Score: ઇબ્રાહિમ ઝાદરાન 1 રન બનાવીને આઉટ
હોંગકોંગ સામેની મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેન ઇબ્રાહિમ ઝાદરાન 3.2 ઓવરમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયા છે. અતીક ઇકબાલની બોલ પર તે ઝીશાન અલીના હાથે કેચ આઉટ થયા. ઇબ્રાહિમ ઝાદરાને બોલને કવર-પોઈન્ટ તરફ ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટની કિનારીને અડીને સ્લિપમાં ઉભેલા ફિલ્ડર પાસે ગયો. આ વિકેટ હોંગકોંગ માટે ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ, કારણ કે ઇબ્રાહિમ ઝાદરાન અફઘાનિસ્તાન માટે અત્યાર સુધી સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેના આઉટ થયા બાદ મોહમ્મદ નબી બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યા છે.
Sep 09, 2025 08:20 pm
AFG Vs HK Live Score: 3 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
ત્રીજી ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 26 રન છે. આ ઓવરમાં 7 રન બન્યા હતા જેમાં એક છગ્ગો, એક સિંગલ અને એક વિકેટનો સમાવેશ થાય છે. બેટ્સમેનમાંથી સેદીકુલ્લાહ અતલ 11 બોલમાં 17 રન અને ઇબ્રાહિમ ઝાદરાન 2 બોલમાં 1 રન બનાવીને ક્રિઝ પર છે, જ્યારે હોંગકોંગ તરફથી બોલર આયુષ શુક્લાએ 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.
Sep 09, 2025 08:08 pm
AFG Vs HK Live Score: 1 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર
રહેમાનુલ્લાહ ગુરબાઝ અને સિદિકુલ્લાહ અટલ બેટિંગ કરવા આવ્યા છે. આયુષ શુક્લાએ પહેલી ઓવર ફેંકી અને 12 રન આપ્યા. 4 બોલ પર અટલને જીવનદાન મળ્યું. તેને આ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા.
Sep 09, 2025 08:02 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાનની બેટિંગ શરૂ
અફઘાનિસ્તાનની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. રહેમાનુલ્લાહ ગુરબાઝ અને સિદિકુલ્લાહ અટલ બેટિંગ કરવા આવ્યા છે. હોંગકોંગ માટે આયુષ શુક્લાએ પહેલી ઓવર ફેંકશે.
Sep 09, 2025 07:45 pm
AFG Vs HK Live Score: હોંગકોંગની પ્લેઈંગ ઈલેવન
ઝીશાન અલી (વિકેટકીપર), બાબર હયાત, અંશુમાન રથ, કલ્હાન ચલ્લુ, નિઝાકત ખાન, એજાઝ ખાન, કિનચિત શાહ, યાસીન મુર્તઝા (કેપ્ટન), આયુષ શુક્લા, અતિક ઈકબાલ, એહસાન ખાન.
Sep 09, 2025 07:37 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, ઈબ્રાહિમ ઝદરાન, ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, કરીમ જનાત, રશીદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, એએમ ગઝનફર, ફઝલહક ફારૂકી.
Sep 09, 2025 07:32 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાને જીત્યો ટોસ
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે હોંગકોંગ પહેલા બોલિંગ કરશે.
Sep 09, 2025 07:25 pm
AFG Vs HK Live Score: થોડીવારમાં થશે ટોસ
અફઘાનિસ્તાન અને હોંગકોંગ મેચ શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. કેપ્ટન રાશિદ ખાન અને યાસીમ મુર્તઝા 7:30 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે.
Sep 09, 2025 07:20 pm
AFG Vs HK Live Score: શેખ ઝાયેદ સ્ટેડિયમ T20I રેકોર્ડ્સ
મેચ-68
પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો – 29
લક્ષ્યનો પીછો કરતી વખતે જીતેલી મેચો – 39
ટોસ જીત્યા પછી જીતેલા મેચ – 35
ટોસ હાર્યા પછી જીતેલી મેચો – 33
સૌથી વધુ સ્કોર- 225
સૌથી ઓછો સ્કોર- 84
ચેઝમાં સૌથી વધુ સ્કોર - 174
પ્રતિ વિકેટ એવરેજ રન- 22.42
પ્રતિ ઓવર એવરેજ રન - 7.23
પ્રથમ બેટિંગ કરતી વખતે એવરેજ સ્કોર - 144
Sep 09, 2025 07:15 pm
AFG Vs HK Live Score: હેડ ટુ હેડ રેકોર્ડ
અફઘાનિસ્તાન અને હોંગકોંગ T20I ફોર્મેટમાં કુલ 5 વખત આમને સામને જોવા મળ્યા છે, જેમાંથી અફઘાનિસ્તાને 3 મેચ જીતીને પોતાની લીડ જાળવી રાખી છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ દરમિયાન હોંગકોંગે પણ 2 વાર અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આ પરિસ્થિતિમાં આજની મેચમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે.
Sep 09, 2025 07:10 pm
AFG Vs HK Live Score: અબુ ધાબીમાં કેવું રહેશે વાતાવરણ
જો વાતાવરણની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ દરમિયાન હવામાન થોડું ભેજવાળું હોઈ શકે છે. મેચની શરૂઆતમાં હવામાન થોડું ગરમ હોઈ શકે છે. આ સમય દરમિયાન તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. સમગ્ર મેચ દરમિયાન આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી. આ સમય દરમિયાન ભેજ 31% સુધી રહેશે.
Sep 09, 2025 07:05 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ પિચ રિપોર્ટ
T20 મેચો માટે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે સંતુલિત સપાટી હોય છે જે શરૂઆતમાં સારી ગતિ અને ઉછાળા સાથે બેટ્સમેનોને અનુકૂળ હોય છે. પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ પીચ ધીમી પડતી જાય છે, જે સ્પિનરોને વધુ અનુકૂળ બનાવે છે અને પછીના તબક્કામાં ખાસ કરીને બીજી ઈનિંગ દરમિયાન બેટિંગને વધુ પડકારજનક બનાવે છે. આ મેદાન પર 165-170 ની આસપાસનો કોઈપણ સ્કોર સારો સ્કોર હોઈ શકે છે. અફઘાનિસ્તાને અહીં 16 T20 મેચ રમી છે, જેમાંથી તેને 11 જીતી છે અને 5 હારનો સામનો કરવો પડ્યો છે. હોંગકોંગે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં 10 મેચ રમી છે, જેમાંથી તેને 3 જીતી છે અને 7 મેચ હારી છે.
Sep 09, 2025 07:00 pm
AFG Vs HK Live Score: કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની એશિયા કપ 2025 મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 7.30 વાગ્યે થશે.
Sep 09, 2025 06:55 pm
AFG Vs HK Live Score: આ વર્ષે કેવું રમી છે અફઘાનિસ્તાન?
અફઘાનિસ્તાને વર્ષ 2025માં કુલ 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી ટીમે 3 જીતી છે અને 2 મેચ હારી છે.
Sep 09, 2025 06:50 pm
AFG Vs HK Live Score: રાશિદ ખાનને ન ગમી આ વાત
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને મંગળવારે સ્પષ્ટ કર્યું કે દુબઈમાં રહેવું અને દરેક મેચના દિવસે લગભગ બે કલાક અબુ ધાબી જવું એ તેમની ટીમ માટે 'આદર્શ' શેડ્યૂલ નથી. તેનાથી પણ વધુ પણ એ વાત ના ગમી કે રાશિદે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી જે દિવસે તેમની ટીમ સાંજે અબુ ધાબીમાં હોંગકોંગ સામે ટકરાશે.
Sep 09, 2025 06:45 pm
AFG Vs HK Live Score: આ વર્ષે હોંગકોંગનું રહ્યું છે શાનદાર પ્રદર્શન
હોંગકોંગે વર્ષ 2025માં કુલ 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આમાંથી ટીમે 10 મેચ જીતી છે, જ્યારે ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Sep 09, 2025 06:40 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાનનું તાજેતરનું પ્રદર્શન
એશિયા કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાન અને યુએઈ સાથે ટ્રાઈ સિરીઝ રમી હતી. આ સિરીઝમાં અફઘાનિસ્તાને 4 માંથી 3 મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમે બે વાર યુએઈ અને એક વાર પાકિસ્તાનને હરાવ્યું હતું. પરંતુ ફાઈનલમાં તે પાકિસ્તાન સામે હારી ગઈ હતી, જ્યાં ટીમ 141 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે માત્ર 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાને ટ્રાઈ સિરીઝ 75 રનથી જીતી હતી.
Sep 09, 2025 06:35 pm
AFG Vs HK Live Score: હોંગકોંગની એશિયા કપ માટે ટીમ
યાસીમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝાકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમાન રથ, કલ્હણ માર્ક ચલ્લૂ, આયુષ આશિષ શુક્લા, મોહમ્મદ એઝાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઈકબાલ, કિંચિત શાહ, આદિલ મહમૂદ, હારૂન મોહમ્મદ અરશદ, અલી હસન, શાહિદ વાસિફ, ગજનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, અનસ ખાન, અહેસાન ખાન.
Sep 09, 2025 06:30 pm
AFG Vs HK Live Score: અફઘાનિસ્તાનની એશિયા કપ માટે ટીમ
રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, દરવિશ રસૂલી, સિદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરિદ મલિક, નવીન-ઉલ-હક, ફજલહક ફારૂકી.

Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ

U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડકપમાં આ વખતે બદલાઈ જશે નિયમો, જાણો નવું ફોર્મેટ અને કડક નિયમ

FIFA World Cup 2026માં નથી રમી રહી ટીમ ઈન્ડિયા, પરંતુ 3 ભારતીય મૂળના ખેલાડીઓ પર રહેશે ફેન્સની નજર

French Open 2026 : ટેનિસ સ્ટાર ખેલાડીને મહિલા અમ્પાયર પર ટિપ્પણી ભારે પડી,આયોજકોએ દંડ ફટકાર્યો

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Stock Market Opening: US Iran વચ્ચે તણાવથી શેરબજારમાં ચિંતા, સેન્સેક્સ 299.46 પોઇન્ટ ઘટ્યો

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા