શુક્રવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા એશિયા કપ 2025ના 18મા મુકાબલામાં ભારતીય ટીમે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું અને મેચ જીતી લીધી. સુપર ઓવરમાં શ્રીલંકાની ટીમ માત્ર 2 રન બનાવીને બંને વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ભારતને જીતવા માટે માત્ર 3 રનનો લક્ષ્યાંક મળ્યો અને ભારતે સરળતાથી આ મેચ જીતી લીધી.










