એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં મેન ઈન બ્લુ UAE સામે ટકરાશે. આ ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.


ટીમ ઈન્ડિયાને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડી શકે છે. ભારતીય ટીમ દુબઈમાં એક ખાસ પરીક્ષા આપવા જઈ રહી છે. આ ટેસ્ટ પછી BCCI ખેલાડીઓની ફિટનેસનું પરીક્ષણ કરશે.

દુબઈમાં થશે ખાસ ટેસ્ટ?

બીસીસીઆઈએ તાજેતરમાં બેંગલુરુમાં સેન્ટ્રલ ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટનું આયોજન કર્યું હતું, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલે પણ ભાગ લીધો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ એડ્રિયન લે રોક્સે યો-યો ટેસ્ટ સહિત હાલની પદ્ધતિઓ સિવાય બ્રોન્કો ટેસ્ટ ઓફર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ બેંગલુરુમાં આયોજિત ફિટનેસ ટેસ્ટ દરમિયાન કોઈ બ્રોન્કો ટેસ્ટ ન હતો. હવે નવા રિપોર્ટ મુજબ એશિયા કપ 2025 માટે પસંદ કરાયેલા ખેલાડીઓ દુબઈમાં બ્રોન્કો ટેસ્ટ આપી શકે છે. બ્રોન્કો ટેસ્ટમાં ખેલાડીએ 20 મીટર શટલ રનથી શરૂઆત કરવાની હોય છે. આ પછી, 40 મીટર અને 60 મીટર દોડવાની હોય છે. આ બધાને જોડીને એક સેટ બનાવવામાં આવે છે. એક ખેલાડીએ અટક્યા વિના આવા પાંચ સેટ (કુલ 1200 મીટર) કરવાની અપેક્ષા છે.

એશિયા કપ માટે ભારતનું શેડ્યુલ

ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી ટીમ ઈન્ડિયા 14 સપ્ટેમ્બરે પડોશી દેશ પાકિસ્તાન સામે પોતાની બીજી મેચ રમશે. ભારતીય ટીમની ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે થશે. આ પછી સુપર-4 મેચ રમાશે. એવું માનવામાં આવે છે કે સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કર થઈ શકે છે.


  • Follow us on: