એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. UAE દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમામ 8 ટીમો તૈયાર છે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરથી UAE સામે પોતાનું અભિયાન શરૂ કરશે.


ભારતીય ટીમે UAE પહોંચ્યા પછી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમના તમામ ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં BCCIએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કોચ ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓને ખાસ મેસેજ આપ્યો છે.

ગૌતમ ગંભીરે આપ્યો ખાસ મેસેજ

બીસીસીઆઈ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં શિવમ દુબેએ ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓ સાથે શું વાત કરી છે તે જણાવ્યું. તેમને કહ્યું કે કોચે હંમેશા દરેક ખેલાડીને એક વાત કહી છે. જ્યારે પણ તમે દેશ માટે રમો છો, ત્યારે તમારી પાસે કંઈક નવું કરવાની તક હોય છે.


આ સિવાય બધાની નજર જસપ્રીત બુમરાહ પર પણ રહેશે. તેને ભારત માટે પોતાની છેલ્લી મેચ T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં રમી હતી. જસપ્રીત બુમરાહે સ્વીકાર્યું કે યુવા ટીમ ઈન્ડિયાનો ભાગ બનીને સારું લાગે છે. ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે. તેને કહ્યું કે ખૂબ સારું લાગે છે. હું ઘણા સમય પછી T20I ટીમમાં જોડાયો છું. ત્રણ અઠવાડિયાનો આ સમય સારો રહ્યો, ઘરે થોડો સમય વિતાવવાની તક મળી. આ ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ અને યુવા એનર્જી છે. તેથી આવનારો સમય રોમાંચક રહેશે.

એશિયા કપની સૌથી સફળ ટીમ છે ભારત

જો આપણે એશિયા કપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોની વાત કરીએ તો ભારત પહેલા સ્થાને છે. ભારતે કુલ 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. સૂર્યકુમારની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પાસે 9મું ખિતાબ જીતવાની તક છે. ભારતીય ટીમમાં મોટાભાગના ખેલાડીઓ યુવાન છે. આ ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.


  • Follow us on: