એશિયા કપ 2025 ના રોમાંચક મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને છે. આ મેચની શરૂઆતમાં ટોસ દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી, જે સોશિયલ મીડિયા પર એક મોટો મુદ્દો બની ગઈ.
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ પછી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આ ઘટના ચર્ચામાં આવી હતી.
સૂર્યકુમાર યાદવે સલમાન આગ સાથે હાથ ન મિલાવ્યા
મેચ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી સૂર્યકુમાર યાદવે ટીમનું લિસ્ટ અમ્પાયરને સોંપ્યું, કોમેન્ટેટર સાથે પણ વાત કરી અને પછી ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો, આ દરમિયાન તેને પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યા નહીં કે કોઈ વાતચીત કરી નહીં. આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં ટોસ દરમિયાન બંને ટીમોના કેપ્ટન એકબીજા સાથે હાથ મિલાવે છે, જે રમતગમતની ભાવનાનું પરંપરાગત પ્રતીક છે. પરંતુ આ વખતે એવું જોવા મળ્યું નહીં. મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યાએ મેચની સવારે હાથ ન મિલાવવાનું મન બનાવી લીધું હતું. મેચના થોડા કલાકો પહેલા તેને તેની ટીમને પોતાનો નિર્ણય પણ જણાવી દીધો હતો કે તે હાથ મિલાવવા માટે તૈયાર નથી. પરંતુ તેને તેની ટીમને કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવો કે નહીં તે દરેકની વ્યક્તિગત પસંદગી છે.
પ્રેસ કોન્ફરન્સમાં મિલાવ્યો હતો હાથ
તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં બધી ટીમોના કેપ્ટનોએ એકસાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ આ વખતે સૂર્યાએ એવું ન કરવાનો નિર્ણય લીધો.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ અને અબરાર અહેમદ.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.