ACC એશિયા કપ 2025 ફાઈનલ શરૂ થવામાં હવે માત્ર એક દિવસ બાકી છે. ફાઈનલ 28 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ત્રીજી વખત ટકરાશે.
ફાઈનલ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મોટા નિર્ણયથી બધાને હેરાને કરી દીધા. તેને સલમાન અલી આગાથી દૂર રહીને લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી.
સૂર્યકુમાર યાદવનો મોટો નિર્ણય
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમે ફાઈનલ પહેલા ટ્રોફી ફોટોશૂટમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. પરિણામે સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા ટ્રોફી સાથે ફોટો પડાવશે નહીં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે ઘણી વખત પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.
પહેલી મેચ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. મેચ પછી બંને ટીમો વચ્ચે હાથ મિલાવ્યા ન હતા, જેના કારણે મોટો વિવાદ થયો હતો. બીજી મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ ઘણી વખત અભદ્ર વર્તન કર્યું હતું. હાલમાં ફાઈનલ પહેલા પણ વિવાદ ઉભો થયો છે.
ટીમ ઈન્ડિયાનું પલડું ભારે
ફાઈનલ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો લીગ સ્ટેજ અને સુપર 4માં પણ એકબીજા સામે ટકરાઈ હતી, જ્યાં ટીમ ઇન્ડિયા એકતરફી જીત મેળવી હતી.
આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનું પલડું ભારે હોય તેવું લાગે છે. પરંતુ પાકિસ્તાન આ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો એકમાત્ર પરાજય ટીમ ઈન્ડિયા સામે છે.