ACC એશિયા કપ 2025 દુબઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યાં 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચને લઈને હાલમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે.


આ વિવાદોના કારણે એક્સ ખેલાડીઓ પણ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ મેચ પર પોતાનો અભિપ્રાય આપતાં પાકિસ્તાનના એક્સ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે એશિયા કપ 2025માં ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ જીતશે નહીં.

પાકિસ્તાની ખેલાડી તરફથી આવ્યું આશ્ચર્યજનક નિવેદન

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, આ બંને દેશો પહેલીવાર ક્રિકેટના મેદાન પર એકબીજા સામે ટકરાશે. જેના સંદર્ભમાં, એક્સ પાકિસ્તાની ખેલાડી બાસિત અલીએ પોતાની ચેનલ પર એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે ક્રિકેટ પૈસા કમાવવાનો રમત બની ગઈ છે. વિશ્વભરની ફ્રેન્ચાઇઝી લીગમાં, ક્રિકેટ બીજા ક્રમે આવે છે જ્યારે વ્યવસાયિક હિતો હંમેશા પહેલા આવે છે. આ એશિયા કપમાં પણ એવું જ થશે - પાકિસ્તાન નહીં જીતે, ભારત નહીં જીતે, શ્રીલંકા નહીં જીતે. ફક્ત બ્રોડકાસ્ટર્સ જ જીતવાના છે. વાસ્તવિક નિર્ણય બ્રોડકાસ્ટર્સ દ્વારા લેવામાં આવે છે, મેદાન પરના ખેલાડીઓ દ્વારા નહીં.


બંને ટીમો પોતાની તૈયારી કરી રહી છે

એશિયા કપ શરૂ થવામાં ફક્ત 11 દિવસ બાકી છે. બંને ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનની ટીમ ટ્રાય સિરીઝ રમવા જઈ રહી છે, ત્યારે ભારતીય ખેલાડીઓ ઘરેલુ T20 લીગમાં રમતા જોવા મળી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં પણ જોવા મળવાના છે. એક રિપોર્ટ મુજબ, ટીમ ઈન્ડિયા 4 સપ્ટેમ્બરે UAE જવા રવાના થઈ શકે છે. હાલમાં, બધા ખેલાડીઓ યો-યો ટેસ્ટ પાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


  • Follow us on: