એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પછી કોઈ મેચ રમાઈ નથી. જેના કારણે ફેન્સ તેમના સ્ટાર ખેલાડીઓને ફરીથી મેદાન પર જોવા માટે ઉત્સુક છે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા 1 મહિનાના લાંબા સમય પછી મેદાનમાં ઉતરશે.


લાંબી ટુર્નામેન્ટ પહેલા 30 ઓગસ્ટના રોજ NCA ખાતે રોહિત શર્મા-શુભમન ગિલ સહિત 7 સ્ટાર ખેલાડીઓનો ટેસ્ટ થવા જઈ રહ્યો છે. આ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જતા ખેલાડીઓને મોટો ઝટકો લાગી શકે છે.

રોહિત-ગિલ સહિતના સ્ટાર ખેલાડીઓની થશે પરીક્ષા

એશિયા કપ 2025 પહેલા સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ NCA માં યોજાવાના છે. જેમાં ODI કેપ્ટન રોહિત શર્મા, ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ 30 ઓગસ્ટે સામેલ છે.


આ બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટની સાથે બ્રુનો ટેસ્ટ પણ આપવો પડશે. જે ખેલાડીઓ આ બંને ટેસ્ટમાં નિષ્ફળ જશે. તેમના માટે ટીમ ઈન્ડિયામાં રમવું ખૂબ મુશ્કેલ બનશે. BCCI હાલમાં ફિટનેસ પ્રત્યે ખૂબ સભાન છે. નવું ભારતીય ટીમ મેનેજમેન્ટ ફિટનેસ પ્રત્યે પહેલા કરતાં વધુ ગંભીર લાગે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પણ લેવામાં આવી રહ્યા છે ટેસ્ટ

વનડે કેપ્ટન રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ એશિયા કપ 2025 ટીમનો ભાગ નથી, પરંતુ તેમ છતાં આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં તક આપવામાં આવી શકે છે. જેના કારણે મેનેજમેન્ટ આ ખેલાડીઓને અગાઉથી તૈયાર કરવા માગે છે. આગામી સમયમાં અન્ય ખેલાડીઓએ પણ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.


  • Follow us on: