શુભમન ગિલ એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન છે અને પહેલી મેચમાં UAE સામે પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શુભમન ગિલ આ મેચમાં અણનમ રહ્યો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટથી જીતી લીધી.
ભારતીય ટીમની આગામી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથે રમાશે. તે પહેલા શુભમન ગિલની માત્ર 2 શબ્દોની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શુભમન ગિલની પોસ્ટ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ત્યાં સુધી સૌથી મોટો સવાલ એ હતો કે શુભમન ગિલને T20 ટીમમાં સ્થાન મળશે કે નહીં? પરંતુ સિલેક્ટર્સે શુભમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને ટીમમાં સામેલ કર્યો એટલું જ નહીં પરંતુ તેને વાઈસ કેપ્ટન પણ બનાવ્યો. શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન UAE સામેની પહેલી મેચમાં જોવા મળ્યું. આ મેચમાં શુભમન ગિલે બેટિંગ કરી અને માત્ર 9 બોલમાં 222.22 ના સ્ટ્રાઈક રેટથી 20 રનની અણનમ ઈનિંગ રમી. આ દરમિયાન તેને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
UAE સામેની મેચ જીત્યા બાદ વાઈસ કેપ્ટન શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. જેના કેપ્શનમાં તેને ફક્ત 2 શબ્દો લખ્યા. આ પોસ્ટના કેપ્શનમાં ગિલે સ્ટેપ વન લખ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 માં પહેલું પગલું ભર્યું છે. શુભમન ગિલ પાકિસ્તાન સામે પણ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખવા માગશે.
યુએઈને 9 વિકેટથી હરાવ્યું
ટીમ ઈન્ડિયાની પહેલી મેચ યુએઈ સાથે હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટથી જીતી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ સામે આખી યુએઈ ટીમ ફક્ત 57 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે 4.3 ઓવરમાં ફક્ત 1 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જેમાં અભિષેક શર્માએ 16 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 30 રનની ઈનિંગ રમી હતી.