એશિયા કપ 2025ની 17મી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુબઈમાં આ મેચ જે પણ ટીમ જીતશે તેને ફાઈનલમાં એન્ટ્રી મળશે, જ્યાં તેનો મુકાબલો રવિવારે ભારત સામે થશે. પાકિસ્તાને એશિયા કપના સુપર ફોર સ્ટેજમાં બે મેચ રમી છે અને ફક્ત એક જ જીતી છે. બાંગ્લાદેશની ટીમે પણ ફક્ત એક જ મેચ જીતી છે. બંને ટીમો ભારત સામે હારી ગઈ છે અને શ્રીલંકા સામે જીત મેળવી છે.


  • Follow us on: