એશિયા કપ 2025 શરૂ થવામાં હવે માત્ર ચાર દિવસ બાકી છે અને આ મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયા યુએઈ પહોંચી ગઈ છે. આ વખતે કુલ 8 ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે અને ભારત તરફથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ક્રિકેટ ફેન્સનું ધ્યાન ખેંચશે. 10 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટની શરૂઆત થશે, જેમાં ભારત પ્રથમ મુકાબલો યૂએઈ સામે રમશે. પરંતુ મેદાન પર ઊતરતા પહેલાં જ હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર પોતાના નવાનાં લૂકના કારણે ચર્ચામાં છે. તેણે દુબઈ જતા પહેલા પોતાના વાળનો રંગ બદલાવ્યો છે અને નવો હેરકટ પણ કરાવ્યો છે, જેને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.
હાર્દિક પંડ્યાનો શાનદાર લુક
હાર્દિક પંડ્યા માત્ર તેની બેટિંગ અને બોલિંગથી નહીં, પણ પોતાની ફેશન સેન્સ અને હેરસ્ટાઇલ માટે પણ ઓળખાય છે. આ વખતે તેણે સેન્ડી બ્લોન્ડ હેર કલર કરાવ્યો છે, જે તેના લુકને વધારે આકર્ષક બનાવે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસ્વીરો શેર કરતાં જ, તે ફોટોઝ વાયરલ થઇ ગયા છે. હાર્દિકનો આ લુક એટલો બદલાયેલો છે કે પહેલા નજરે તેને ઓળખવો મુશ્કેલ લાગે છે!
હાર્દિક પંડ્યા એક ફેશન સુપરસ્ટાર
જ્યારે હાર્દિક પંડ્યા ક્રિકેટ મેદાનમાં હોય છે, ત્યારે તેની આક્રમક બેટિંગ અને યથાવત બોલિંગ ટીમ માટે મેચ વિજેતા સાબિત થાય છે. મેદાનની બહાર પણ તે પોતાની અંદાજદાર ફેશન અને લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે. એશિયા કપ 2025ના પહેલાં તેણે જે લુક અપનાવ્યો છે તે ફરીથી સાબિત કરે છે કે હાર્દિક માત્ર રમતગમતનો નહીં, પરંતુ ફેશન જગતનો પણ એક સ્ટાઈલ આઈકોન છે.
હાર્દિક પંડ્યા એશિયા કપ 2025 માં એક્સ-ફેક્ટર બનશે
આ ખેલાડી પર એશિયા કપ 2025માં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. તે ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. હાર્દિક પ્લેઇંગ 11માં 5મા નંબરે બેટિંગ કરી શકે છે અને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે 4 ઓવર પણ બોલિંગ કરશે. હાર્દિક પાસે પાવરપ્લેમાં વિકેટ લેવાની ક્ષમતા છે અને તે છેલ્લી ઓવરોમાં પણ અસરકારક રીતે બોલિંગ કરી શકે છે.
હાર્દિક પંડ્યાનું અત્યાર સુધીનું કરિયર
હાર્દિક પંડ્યા છેલ્લા 9 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો છે. તેણે તમામ ફોર્મેટમાં રમત આપી છે, જોકે હાલ તે ટેસ્ટ ટીમમાં નથી. ODI અને T20 ફોર્મેટમાં તેનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે.
- ટેસ્ટ: 11 મેચમાં 532 રન અને 17 વિકેટ
- ODI: 94 મેચમાં 1904 રન અને 91 વિકેટ
- T20I: 114 મેચમાં 1812 રન અને 94 વિકેટ