એશિયા કપ 2025 શરૂ થવામાં હવે 15 દિવસથી પણ ઓછા સમય બાકી છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ પણ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શાનદાર મેચ 14 સપ્ટેમ્બરે રમાશે.


બંને ટીમો આ મેચની તૈયારીઓ માટે ખાસ તૈયારીઓ પણ કરી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના એક દિગ્ગજ ખેલાડીએ ભારત સામે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફાસ્ટ બોલર પોતાના દિગ્ગજ ફોર્મમાં પાછા ફરવા માટે તૈયાર છે. પાકિસ્તાની બોલિંગ કોચે પણ વિરોધી ટીમને ચેતવણી આપી છે.

પાકિસ્તાની કોચે આપી ચેતવણી

પાકિસ્તાનના બોલિંગ કોચ એશ્લે નોફકે વિરોધી ટીમને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે શાહીન આફ્રિદી એશિયા કપ 2025માં પોતાની ગતિથી બધાને હેરાન કરશે. આગામી એશિયા કપ 2025માં શાહીન બેસ્ટ ફોર્મમાં જોવા મળશે. શાહીન 2023માં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેની ગતિ ઓછી થતી જોવા મળી હતી. પરંતુ હવે તે ઘાતક ફોર્મમાં પરત ફરી રહ્યો છે. પાકિસ્તાનના બોલિંગ કોચ એશ્લે નોફકેનું આ માનવું છે.

શાહીન વિશે વાત કરતાં તેમને કહ્યું કે "ગતિના સંદર્ભમાં, તે જાણે છે કે તેની ગતિ ઓછી થઈ ગઈ છે અને તેનું ફોર્મ પણ ઘટ્યું છે. ગતિ પાછી મેળવવામાં સમય લાગે છે, પરંતુ હવે આપણે સારી રીતે સુધારો કરી રહ્યા છીએ. વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ દરમિયાન આપણે 140 કિમી/કલાકની ઝડપે વધુ બોલ જોયા છે. તે ચોક્કસપણે પાછો આવી રહ્યો છે અને તેનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. આમાં ટેકનિક, માનસિકતા અને સારો રિલીઝ પોઈન્ટ શામેલ છે, જે બોલરો માટે તેમના બેસ્ટ પ્રદર્શન માટે મહત્વપૂર્ણ છે."

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શોધવો પડશે જવાબ

શાહીન આફ્રિદી પાકિસ્તાનનો સ્ટ્રાઈકર બોલર છે. તેને ભારત સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો આપણે એશિયા કપ 2023 અને T20 વર્લ્ડકપ 2024 ની વાત કરીએ, તો તેને ભારતને શરૂઆતના ઝટકા પણ આપ્યા હતા. આ પરિસ્થિતિમાં, ભારતીય બેટ્સમેનોએ શાહીન આફ્રિદીની ગતિથી સાવધ રહેવું પડશે. ટીમ ઈન્ડિયામાં ઘણા બેટ્સમેન છે જે પહેલીવાર શાહીન આફ્રિદીનો સામનો કરશે.

  • Follow us on: