
U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી

Sep 29, 2025 12:01 am
India Vs Pakistan Final Live Score: ભારતે 2025 એશિયા કપનો ખિતાબ જીત્યો
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025 જીત્યો. ટીમ ઈન્ડિયા 9મી વખત એશિયન ચેમ્પિયન બની. ફાઈનલ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 146 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી. તિલક વર્મા ભારતના જીતનો વાસ્તવિક હીરો રહ્યો, તેને 69 રનની અડધી સદી ફટકારી. બોલિંગમાં કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. જ્યારે પાકિસ્તાન પહેલા બેટિંગ કરવા આવ્યું ત્યારે સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાને 84 રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે ટીમને શાનદાર શરૂઆત અપાવી. ફરહાને 57 રનની અડધી સદી ફટકારી. ફરહાનના આઉટ થતાં જ અન્ય પાકિસ્તાની બેટ્સમેનોએ પોતાની વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું. પાકિસ્તાને છેલ્લા 62 રનમાં બધી 10 વિકેટ ગુમાવી દીધી.
Sep 28, 2025 11:58 pm
India Vs Pakistan Final Live Score: શિવમ દુબે આઉટ, 6 બોલમાં 10 રનની જરૂર
19મી ઓવરમાં ફહીમ અશરફે 8 રન આપ્યા અને શિવમ દુબેને આઉટ કર્યો. ભારતને હવે છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રનની જરૂર છે. તિલક વર્મા 50 બોલમાં 60 રન બનાવીને રમી રહ્યો છે. રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે.
Sep 28, 2025 11:45 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાને જીત માટે 12 બોલમાં 17 રનની જરૂર
17મી ઓવરમાં હારિસ રૌફે 13 રન આપ્યા. 18 ઓવર પછી ભારતનો સ્કોર 4 વિકેટે 130 રન છે. શિવમ દુબે 18 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 28 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 48 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 58 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 11:36 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાને જીત માટે 18 બોલમાં 30 રનની જરૂર
17 ઓવર પછી ભારતનો સ્કોર 4 વિકેટે 117 રન છે. શિવમ દુબે 15 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 45 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 11:31 pm
India Vs Pakistan Final Live Score: તિલક વર્માએ ફટકારી અડધી સદી
તિલક વર્માએ 41 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી. ભારતનો સ્કોર 16 ઓવર પછી 4 વિકેટે 111 રન છે. શિવમ દુબે 13 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 18 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 11:26 pm
India Vs Pakistan Final Live Score: 15 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
15મી ઓવરમાં હારિસ રૌફે 17 રન આપ્યા. શિવમ દુબેએ ચોગ્ગો ફટકાર્યો, જ્યારે તિલક વર્માએ ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. 15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 100 રન છે. તિલક વર્મા 39 બોલમાં 48 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે, જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. શિવમ દુબે 9 બોલમાં 10 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. ભારતને હવે 30 બોલમાં જીતવા માટે 47 રનની જરૂર છે.
Sep 28, 2025 11:21 pm
India Vs Pakistan Final Live Score: 14 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
14 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 83 રન છે. તિલક વર્મા 36 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. શિવમ દુબે 6 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને હવે 36 બોલમાં જીતવા માટે 64 રનની જરૂર છે.
Sep 28, 2025 11:15 pm
India Vs Pakistan Final Live Score: 13 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
13 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન બાદ 78 રન છે. શિવમ દુબે 3 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે તિલક વર્મા 33 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 11:12 pm
India Vs Pakistan Final Live Score: સંજુ સેમસન થયો આઉટ
ભારતની ચોથી વિકેટ પડી ગઈ છે. સંજુ સેમસન 24 રન બનાવીને આઉટ થયો છે. તેને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. ભારતનો સ્કોર 77 રન છે.
Sep 28, 2025 11:10 pm
India Vs Pakistan Final Live Score: 12 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
12મી ઓવરમાં સંજુ સેમસને સેમ અયુબના બોલ પર છગ્ગો ફટકાર્યો. 12 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 76 રન છે. સંજુ સેમસન 20 બોલમાં 24 રન બનાવીને 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે રમી રહ્યો છે. તિલક વર્મા 32 બોલમાં 35 રન બનાવીને 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે રમી રહ્યો છે. ભારતને હવે 48 બોલમાં જીતવા માટે 71 રનની જરૂર છે.
Sep 28, 2025 11:06 pm
India Vs Pakistan Final Live Score: 11 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
11મી ઓવરમાં તિલક વર્માએ અબરાર અહેમદની બોલિંગ પર સ્વીપ શોટ સાથે સિક્સર ફટકારી. 11 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 69 રન છે. સંજુ સેમસન 15 બોલમાં 2 ચોગ્ગા સાથે 18 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 31 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 34 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને હવે 54 બોલમાં જીતવા માટે 78 રનની જરૂર છે.
Sep 28, 2025 10:59 pm
India Vs Pakistan Final Live Score: 10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
સૈમ અયુબે 10મી ઓવરમાં 4 રન આપ્યા. 10 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 58 રન છે. સંજુ સેમસન 13 બોલમાં 2 ચોગ્ગા સાથે 16 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 26 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 24 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને હવે 60 બોલમાં જીતવા માટે 89 રનની જરૂર છે.
Sep 28, 2025 10:56 pm
India Vs Pakistan Final Live Score: 9 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
હુસૈન તલાતે અબરાર અહેમદના બોલ પર સંજુ સેમસનનો સરળ કેચ છોડી દીધો. 9 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 54 રન છે. સંજુ સેમસન 10 બોલમાં 2 ચોગ્ગા સાથે 14 રન બનાવી રમી રહ્યો છે. તિલક વર્મા 23 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 22 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 10:52 pm
India Vs Pakistan Final Live Score: 8 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
હરિસ રૌફે આઠમી ઓવરમાં 7 રન આપ્યા. 8 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 49 રન છે. સંજુ સેમસન 7 બોલમાં 2 ચોગ્ગા સાથે 11 રન બનાવીને રમી રહ્યો છે. તિલક વર્મા 20 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 20 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે હવે 72 બોલમાં 98 રનની જરૂર છે.
Sep 28, 2025 10:48 pm
India Vs Pakistan Final Live Score: 7 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
મોહમ્મદ નવાઝે સાતમી ઓવરમાં 6 રન આપ્યા. 7 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 42 રન છે. સંજુ સેમસન 4 બોલમાં એક ફોર સાથે 5 રન બનાવી રમી રહ્યો છે. તિલક વર્મા 17 બોલમાં બે ફોર અને એક સિક્સર સાથે 19 રન બનાવી રમી રહ્યો છે. ભારતને હવે જીતવા માટે 78 બોલમાં 105 રનની જરૂર છે.
Sep 28, 2025 10:44 pm
India Vs Pakistan Final Live Score: 6 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
છઠ્ઠી ઓવરમાં તિલક વર્માએ 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાંથી કુલ 11 રન આવ્યા. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 36 રન છે. સંજુ સેમસન 3 બોલમાં 1 ચોગ્ગા સાથે 4 રન બનાવી રમી રહ્યો છે. તિલક વર્મા 12 બોલમાં 14 રન બનાવી રમી રહ્યો છે.
Sep 28, 2025 10:40 pm
India Vs Pakistan Final Live Score: 5 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 25 રન છે. સંજુ સેમસન 3 બોલમાં 1 ચોગ્ગા સાથે 4 રન બનાવી રમી રહ્યો છે. તિલક વર્મા 6 બોલમાં 3 રન બનાવી રમી રહ્યો છે. ભારતને હવે 90 બોલમાં જીતવા માટે 122 રનની જરૂર છે.
Sep 28, 2025 10:34 pm
India Vs Pakistan Final Live Score: શુભમન ગિલ થયો આઉટ
ભારતે માત્ર 20 રનમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે. શુભમન ગિલ 10 બોલમાં 12 રન બનાવીને ફહીમ અશરફના બોલ પર આઉટ થયો. ટીમ ઈન્ડિયા હવે મુશ્કેલીમાં હોય તેવું લાગે છે.
Sep 28, 2025 10:27 pm
India Vs Pakistan Final Live Score: 3 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
3 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટના નુકસાન બાદ 12 રન છે. શુભમન ગિલ 5 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે તિલક વર્મા 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 10:23 pm
India Vs Pakistan Final Live Score: સૂર્યકુમાર યાદવ થયો આઉટ
ભારતે 2.3 ઓવરમાં ફક્ત 10 રન બનાવીને પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમાર યાદવને શાહીન આફ્રિદીએ આઉટ કર્યો. સલમાન આગાએ કેચ પકડ્યો.
Sep 28, 2025 10:16 pm
India Vs Pakistan Final Live Score: 2 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
ફહીમ અશરફે પોતાની બીજી ઓવરમાં 3 રન આપ્યા અને અભિષેક શર્માને આઉટ કર્યો. 2 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 વિકેટે 10 રન છે. શુભમન ગિલ 4 બોલમાં 4 રન બનાવી રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 10:12 pm
India Vs Pakistan Final Live Score: અભિષેક શર્મા થયો આઉટ
ભારતે પોતાની પહેલી વિકેટ ફક્ત 7 રને ગુમાવી દીધી છે. અભિષેક શર્મા 6 બોલમાં 5 રન બનાવીને ફહીમ અશરફના બોલ પર આઉટ થયો.
Sep 28, 2025 10:09 pm
India Vs Pakistan Final Live Score: 1 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર
શાહીન આફ્રિદીએ પોતાની પહેલી ઓવરમાં 7 રન આપ્યા. અભિષેક શર્માએ શાહીનના બીજા બોલ પર ઓફ સાઈડ પર શાનદાર ફોર ફટકારી. ગિલે છેલ્લા બોલ પર ડબલ રન બનાવ્યા. એક ઓવર પછી ભારતનો સ્કોર કોઈ વિકેટ ન ગુમાવ્યા વગર 7 રન છે.
Sep 28, 2025 10:05 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાની ઈનિંગ શરૂ
ટીમ ઈન્ડિયાની ઈનિંગ શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા છે. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી બોલિંગ કરવા આવ્યો છે.
Sep 28, 2025 09:43 pm
India Vs Pakistan Final Live Score: પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ
ટાઈટલ મેચમાં પાકિસ્તાન 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. એક સમયે પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ ન ગુમાવતા 84 રન હતો, પરંતુ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી, 62 રનના ગાળામાં તમામ 10 પાકિસ્તાની બેટ્સમેનોને આઉટ કર્યા. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને 57 અને ફખર ઝમાને 46 રન બનાવ્યા. ભારત તરફથી સ્પિનરોએ 8 વિકેટ લીધી કુલદીપ યાદવે 4, વરુણ ચક્રવર્તીએ 2, અક્ષર પટેલે 2 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી.
Sep 28, 2025 09:38 pm
India Vs Pakistan Final Live Score: હારિસ રૌફ થયો આઉટ
પાકિસ્તાને 17.5 ઓવરમાં 141 રનના સ્કોરે પોતાની નવમી વિકેટ ગુમાવી દીધી. હારિસ રૌફ 4 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો.
Sep 28, 2025 09:33 pm
India Vs Pakistan Final Live Score: 17 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
કુલદીપ યાદવે 17મી ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ લીધી. તેને પહેલા શાહીન આફ્રિદી અને પછી ફહીમ અશરફને આઉટ કર્યા. પાકિસ્તાનનો સ્કોર 134 રનમાં 8 વિકેટ છે.
Sep 28, 2025 09:28 pm
India Vs Pakistan Final Live Score: શાહીન આફ્રિદી થયો આઉટ
પાકિસ્તાને સાત વિકેટ ગુમાવી દીધી છે. શાહીન શાહ આફ્રિદીને કુલદીપ યાદવે શૂન્ય રને આઉટ કર્યો.
Sep 28, 2025 09:23 pm
India Vs Pakistan Final Live Score: સલમાન અલી આગા થયો આઉટ
પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી ગઈ છે. કેપ્ટન સલમાન અલી આગા માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયા છે. કુલદીપ યાદવની બોલિંગમાં સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો. પાકિસ્તાનનો સ્કોર 16.1 ઓવર બાદ 133 રન છે.
Sep 28, 2025 09:20 pm
India Vs Pakistan Final Live Score: હુસૈન તલત થયો આઉટ
હુસૈન તલત આઉટ થયો. તે ફક્ત એક જ રન બનાવી શક્યો. અક્ષર પટેલની બોલિંગમાં સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો. પાકિસ્તાનની અડધી ટીમ આઉટ થઈ ગઈ છે. પાકિસ્તાનનો સ્કોર હાલમાં 131 છે.
Sep 28, 2025 09:14 pm
India Vs Pakistan Final Live Score: ફખર ઝમાન થયો આઉટ
પાકિસ્તાને 14.4 ઓવરમાં પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી અને કુલ સ્કોર 126 હતો. ફખર ઝમાન 35 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો. વરુણ ચક્રવર્તીએ ફખર ઝમાનને આઉટ કર્યો હતો. પાકિસ્તાને છેલ્લી 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે.
Sep 28, 2025 09:09 pm
India Vs Pakistan Final Live Score: અક્ષર પટેલ થયો આઉટ
પાકિસ્તાને 13.5 ઓવરમાં 116 રનના સ્કોરે પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. અક્ષર પટેલે મોહમ્મદ હારિસને આઉટ કર્યો. તે કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો. ભારતીય ટીમે જોરદાર વાપસી કરી.
Sep 28, 2025 09:05 pm
India Vs Pakistan Final Live Score: સૈમ અયુબ થયો આઉટ
પાકિસ્તાને 12.5 ઓવરમાં 113 રનના સ્કોરે પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. સૈમ અયુબ 11 બોલમાં 14 રન બનાવી કુલદીપ યાદવના બોલ પર આઉટ થયો.
Sep 28, 2025 08:59 pm
India Vs Pakistan Final Live Score: 12 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
12મી ઓવરમાં તિલક વર્માએ 9 રન આપ્યા. 12 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટે 107 રન છે. ફખર ઝમાન 26 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. સૈમ અયુબ 8 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:54 pm
India Vs Pakistan Final Live Score: 11 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
શિવમ દુબેએ 11મી ઓવરમાં 11 રન આપ્યા. 11 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટે 98 રન છે. ફખર ઝમાન 22 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. સૈમ અયુબ 6 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:48 pm
India Vs Pakistan Final Live Score: 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 87 રન છે. ફખર ઝમાન 21 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. સૈમ અયુબ 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:44 pm
India Vs Pakistan Final Live Score: સાહિબજાદા ફરહાન થયો આઉટ
ભારતીય ટીમે પહેલી સફળતા મેળવી છે. પાકિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાન 57 રન બનાવીને આઉટ થયો. તેને 38 બોલનો સામનો કર્યો હતો અને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. વરુણ ચક્રવર્તીએ તેને આઉટ કર્યો. પાકિસ્તાનનો સ્કોર 84 રન સુધી પહોંચી ગયો છે.
Sep 28, 2025 08:42 pm
India Vs Pakistan Final Live Score: સાહિબજાદા ફરહાને ફટકારી અડધી સદી
સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકારી છે. તે 36 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. ફખર ઝમાન 19 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 22 રન બનાવીને રમી રહ્યો છે. 9 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વગર 77 રન છે.
Sep 28, 2025 08:39 pm
India Vs Pakistan Final Live Score: 8 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
અક્ષર પટેલે પોતાની આઠમી ઓવરમાં 8 રન આપ્યા. 8 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 64 રન છે. સાહિબજાદા ફરહાન 33 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન 15 બોલમાં 1 ચોગ્ગા સાથે 15 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:35 pm
India Vs Pakistan Final Live Score: 7 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
કુલદીપ યાદવે સાતમી ઓવરમાં 11 રન આપ્યા. 7 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 56 રન છે. સાહિબજાદા ફરહાન 29 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન 14 બોલમાં એક ચોગ્ગા સાથે 15 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:31 pm
India Vs Pakistan Final Live Score: 6 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
પાવરપ્લે સમાપ્ત થઈ ગયો છે. ભારત પહેલી 6 ઓવરમાં વિકેટ ના લઈ શક્યું. 6 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 45 રન છે. સાહિબજાદા ફરહાન 25 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન 12 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:26 pm
India Vs Pakistan Final Live Score: 5 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
પાંચમી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ 5 રન આપ્યા. 5 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 37 રન છે. સાહિબજાદા ફરહાન 21 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન 9 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:22 pm
India Vs Pakistan Final Live Score: 4 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
જસપ્રીત બુમરાહે પોતાની ચોથી ઓવરમાં 13 રન આપ્યા. 4 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 32 રન છે. સાહિબજાદા ફરહાન 18 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન 6 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:15 pm
India Vs Pakistan Final Live Score: 3 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
શિવમ દુબેએ ત્રીજી ઓવરમાં 8 રન આપ્યા. 3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 19 રન છે. સાહિબજાદા ફરહાન 13 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન 5 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે.
Sep 28, 2025 08:10 pm
India Vs Pakistan Final Live Score: 2 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
જસપ્રીત બુમરાહે પોતાની બીજી ઓવરમાં 7 રન આપ્યા. 2 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 11 રન છે. સાહિબજાદા ફરહાન 11 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. ફખર ઝમાન હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી.
Sep 28, 2025 08:05 pm
India Vs Pakistan Final Live Score: 1 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર
શિવમ દુબેએ પોતાની પહેલી ઓવરમાં ફક્ત 4 રન આપ્યા. સાહિબજાદા ફરહાને પાંચમા બોલ પર શિવમ દુબેને બાઉન્ડ્રી ફટકારી. પીચ શિવમ દુબેને મદદ કરી રહી હતી અને તેનો બોલ ઘણો સ્વિંગ થઈ રહ્યો છે.
Sep 28, 2025 08:01 pm
India Vs Pakistan Final Live Score: ભારત-પાકિસ્તાન ફાઈનલ મેચ શરૂ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2025 એશિયા કપ ફાઈનલ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી શિવમ દુબે પહેલી ઓવર ફેંકી રહ્યો છે, જ્યારે પાકિસ્તાન તરફથી ફખર ઝમાન અને સાહિબજાદા ફરહાન ઈનિંગની શરૂઆત કરી રહ્યા છે.
Sep 28, 2025 07:56 pm
India Vs Pakistan Final Live Score: સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોવાની શક્યતા
મીડિયા રિપોર્ટ મુજબ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન ફાઈનલની બધી 28,000 ટિકિટો વેચાઈ ગઈ છે. બંને ટીમો વચ્ચેની પહેલી બે મેચ માટે સ્ટેડિયમ તેની ક્ષમતાની નજીક પણ પહોંચી શક્યું ન હતું. પરંતુ ફાઈનલ માટેની બધી મેચની ટિકિટ વેચાઈ ગઈ છે.
Sep 28, 2025 07:51 pm
India Vs Pakistan Final Live Score: જાણો શું કહે પિચ રિપોર્ટ
પિચની વાત કરીએ તો પીછો કરવો સરળ છે, તેથી જ સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. પીચ પર ખૂબ ઓછું ઘાસ છે, તેથી બોલ ઝડપથી બેટ પર આવશે નહીં. પરંતુ ભારત હંમેશા પાકિસ્તાન સામે સ્કોરનો પીછો કરવામાં સફળ રહ્યું છે.
Sep 28, 2025 07:46 pm
India Vs Pakistan Final Live Score: અભિષેક શર્માના પિતાનું નિવેદન થયું વાયરલ
ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના પિતા રાજકુમાર શર્માએ કહ્યું કે તે પોતાના દેશ માટે રમે છે અને તેથી સદીનો પીછો કરતો નથી. અભિષેકે હજુ સુધી સદી ફટકારી નથી, પરંતુ જીત તેના માટે સદી કરતાં વધુ મહત્વપૂર્ણ છે. અભિષેક શર્માએ સમગ્ર એશિયા કપ દરમિયાન વિસ્ફોટક બેટિંગ કરી છે, જેના કારણે વિરોધી ટીમના બોલરોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી છે.
Sep 28, 2025 07:41 pm
India Vs Pakistan Final Live Score: પાકિસ્તાન ટીમની પ્લેઈંગ ઈલેવન
સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હારિસ રૌફ અને અબરાર અહેમદ.
Sep 28, 2025 07:36 pm
India Vs Pakistan Final Live Score: ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
Sep 28, 2025 07:31 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ
ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમની બહાર છે. આ દરમિયાન પાકિસ્તાને તે જ ટીમ સાથે મેદાનમાં ઉતારી છે.
Sep 28, 2025 07:25 pm
India Vs Pakistan Final Live Score: થોડીવારમાં થશે ટોસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025 ફાઈનલ માટે ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે.
Sep 28, 2025 07:20 pm
India Vs Pakistan Final Live Score: હાર્દિક પંડ્યા ફાઈનલમાંથી બહાર
હાર્દિક પંડ્યા દુબઈના મેદાન પર ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળતો નથી. રિંકુ સિંહ ટીમ સાથે કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. હાર્દિકને ફાઈનલમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે રિંકુને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
Sep 28, 2025 07:15 pm
India Vs Pakistan Final Live Score: દુબઈ સ્ટેડિયમમાં T20I રેકોર્ડ કેવો છે?
આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 103 T20I મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરતી ટીમોએ 51 મેચ જીતી છે, જ્યારે પીછો કરતી ટીમોએ 52 મેચ જીતી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 212/2 છે, જે ભારતે 2022ના એશિયા કપમાં બનાવ્યો હતો.
Sep 28, 2025 07:10 pm
India Vs Pakistan Final Live Score: પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, હસન નવાઝ, સલમાન આગા (કેપ્ટન), મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહેમદ, હારિસ રૌફ અને શાહીન આફ્રિદી.
Sep 28, 2025 07:05 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
Sep 28, 2025 07:00 pm
India Vs Pakistan Final Live Score: ભારત અને પાકિસ્તાન દુબઈમાં 5 વખત રમી ચૂક્યા છે મેચ
ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં દુબઈના મેદાન પર પાંચ T20 મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 3 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 2 જીતી છે. આ 5 મેચમાંથી 4 એશિયા કપમાં રમાઈ હતી.
Sep 28, 2025 06:55 pm
India Vs Pakistan Final Live Score: હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 15 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આમાંથી 11 મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાન ફક્ત 3 વાર ભારતને હરાવી શક્યું છે, જેમાં 1 મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. છેલ્લા પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતે 4 વાર પાકિસ્તાનને હરાવ્યું છે.
Sep 28, 2025 06:50 pm
India Vs Pakistan Final Live Score: ફાઈનલના દિવસે દુબઈમાં હવામાન કેવું રહેશે?
મેચના દિવસે દુબઈમાં તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જેના કારણે ખેલાડીઓ માટે ગરમીનો સામનો કરવો મુશ્કેલ બનશે. મેચ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની શક્યતા ઓછી છે. દિવસ દરમિયાન ઘણી ગરમી રહેશે, પરંતુ સાંજ પડતાં તાપમાનમાં ઘટાડો થશે. મેચની શરૂઆતમાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જે ખેલાડીઓને થોડી રાહત આપી શકે છે. પરંતુ આ સમય દરમિયાન ભેજ ઘણો વધારે રહેવાની ધારણા છે, જેના કારણે ખેલાડીઓને ક્રેમ્પની સમસ્યા થઈ શકે છે.
Sep 28, 2025 06:45 pm
India Vs Pakistan Final Live Score: ફાઈનલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે સ્પિનર્સ
આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના સ્પિન બોલરોએ અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. અક્ષર, કુલદીપ અને વરુણની ત્રિપુટીએ જરૂર પડ્યે ટીમ ઈન્ડિયાને વિકેટો પૂરી પાડી છે. તેથી ભારતીય ટીમ અંતિમ મેચમાં આ ત્રણ સ્પિનરો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખશે. ભારતીય સ્પિનરોએ એશિયા કપ 2025માં અત્યાર સુધીમાં કુલ 23 વિકેટ લીધી છે. ફાઈનલમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.
Sep 28, 2025 06:40 pm
India Vs Pakistan Final Live Score: ફાઈનલ મેચ માટે દુબઈ પિચ રિપોર્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ દુબઈના મેદાન પર રમાશે. ત્યાંની પીચ સ્પિન બોલિંગ માટે વધુ અનુકૂળ છે. ઝડપી બોલરોને શરૂઆતમાં થોડી સ્વિંગ મળશે, પરંતુ મિડલ ઓવરોમાં તેમને વિકેટ લેવામાં મુશ્કેલી પડી શકે છે. દુબઈના મેદાનમાં એકદમ ઝડપી આઉટફિલ્ડ છે. અગાઉની મેચોમાં ઝાકળ મુખ્ય મુદ્દો રહ્યો નથી, પરંતુ કેપ્ટનોએ હજુ પણ તેના પર નજર રાખવાની જરૂર પડશે. અહીં પહેલા બોલિંગ કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Sep 28, 2025 06:30 pm
India Vs Pakistan Final Live Score:ફાઈનલ મેચ ફ્રીમાં ક્યાં જોવા મળશે?
દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2025ની ફાઈનલ મેચને ડીડી ફ્રી ડિશના યુઝર્સ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકે છે. સરકારી મફત એપ્લિકેશન WAVES ડાઉનલોડ કરીને DD સ્પોર્ટ્સ પર પણ ટાઈટલ મેચનો આનંદ માણી શકો છો.
Sep 28, 2025 06:25 pm
India Vs Pakistan Final Live Score: મોબાઈલ પર કેવી રીતે જોવી લાઈવ મેચ
દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2025ની ફાઈનલ મેચને મોબાઈલ ફોન પર સોની લાઈવ એપ પર લાઈવ જોઈ શકાય છે.
Sep 28, 2025 06:20 pm
India Vs Pakistan Final Live Score: મેચ ટીવી પર લાઈવ કેવી રીતે જોવી?
દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2025ની ફાઈનલ મેચ સોની સ્પોર્ટ્સ ટીવી પર લાઈવ જોઈ શકાય છે.
Sep 28, 2025 06:15 pm
India Vs Pakistan Final Live Score: ટિકિટ હોલ્ડર માટે ગાઈડલાઈન
એશિયા કપ ફાઈનલ માટે દુબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દુબઈ પોલીસે ચાહકો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
Sep 28, 2025 06:10 pm
India Vs Pakistan Final Live Score: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ
ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 12 વખત એકબીજા સામે ટકરાયા છે. પાકિસ્તાને આમાંથી 8 મેચ જીતી છે, અને ભારતે 4 વખત જીત મેળવી છે. ભારત અને પાકિસ્તાન છેલ્લે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળ્યા હતા, જ્યાં પાકિસ્તાન 180 રનથી જીત્યું હતું.
Sep 28, 2025 06:05 pm
India Vs Pakistan Final Live Score: પાકિસ્તાન ટીમનું પ્રદર્શન કેવું રહ્યું?
એશિયા કપ 2025માં પાકિસ્તાનને બે હારનો સામનો કરવો પડ્યો છે, બંને ભારત સામે. પાકિસ્તાનની એશિયા કપ મેચોના પરિણામો નીચે મુજબ છે.
ઓમાનને 93 રનથી હરાવ્યું
ભારત 7 વિકેટથી જીત્યું
યુએઈને 41 રનથી હરાવ્યું
ભારત 6 વિકેટથી જીત્યું
શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું
બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું.
Sep 28, 2025 06:00 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપ ફાઈનલ સુધી ભારતની સફર
એશિયા કપ 2025માં ભારતનો અજેય રેકોર્ડ છે.
યુએઈને 9 વિકેટથી હરાવ્યું
પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
ઓમાનને 21 રનથી હરાવ્યું
પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું
શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું
Sep 28, 2025 05:55 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપ ટ્રોફી જીતવા પર કેટલી મળશે ઈનામી રકમ?
ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં વિજેતા ટીમને 26 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળી શકે છે, જ્યારે રનર-અપ ટીમને 1,50,000 યુએસ ડોલરની ઈનામી રકમ મળવાની અપેક્ષા છે. પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Sep 28, 2025 05:50 pm
India Vs Pakistan Final Live Score: ફાઈનલ પહેલા કેપ્ટનોનું કોઈ ફોટોશૂટ નહીં થાય
મોટાભાગની બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટથી વિપરીત આજની ભારત વિરુદ્ધ પાકિસ્તાન ફાઈનલ પહેલા કોઈ કેપ્ટનનો ફોટોશૂટ થશે નહીં. એવી પણ અપેક્ષા નથી કે મેચ દરમિયાન બંને કેપ્ટન અને ખેલાડીઓ હાથ મિલાવતા જોવા મળશે.
Sep 28, 2025 05:45 pm
India Vs Pakistan Final Live Score: આ બે નવા અનુભવી ખેલાડીઓ BCCI સિલેક્શન સમિતિમાં જોડાયા
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહ બીસીસીઆઈની પુરુષ સિલેક્શન સમિતિમાં જોડાયા છે. સિંહ અને અગરકર ઘણી વખત ભારત માટે સાથે રમી ચૂક્યા છે.
Sep 28, 2025 05:40 pm
India Vs Pakistan Final Live Score: ફાઈનલ પહેલા મિથુન મનહાસ BCCI ના નવા પ્રમુખ બન્યા
ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025 ફાઈનલ પહેલા મિથુન મનહાસને BCCI પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન જમ્મુ અને કાશ્મીરના પહેલા વ્યક્તિ છે જેમણે આ પદ સંભાળ્યું છે.
Sep 28, 2025 05:35 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપના ઈતિહાસમાં કોણ ક્યારે વિજેતા બન્યું?
1984- ભારતે શ્રીલંકાને હરાવ્યું
1986 - શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું
1988 - ભારતે શ્રીલંકાને હરાવ્યું
1990-91 - ભારતે શ્રીલંકાને હરાવ્યું
1995 - ભારતે શ્રીલંકાને હરાવ્યું
1997 - શ્રીલંકાએ ભારતને હરાવ્યું
2000 - પાકિસ્તાને શ્રીલંકાને હરાવ્યું
2004 - શ્રીલંકાએ ભારતને હરાવ્યું
2008 - શ્રીલંકાએ ભારતને હરાવ્યું
2010 - ભારતે શ્રીલંકાને હરાવ્યું
2012 - પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું
2014 - શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું
1016 - ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
2018 - ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
2022 - શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું
2023 - ભારતે શ્રીલંકાને હરાવ્યું
Sep 28, 2025 05:30 pm
India Vs Pakistan Final Live Score: પાકિસ્તાન પાસે મોટી તક
પાકિસ્તાન અત્યાર સુધીમાં 2 વાર ચેમ્પિયન બની ચૂક્યું છે, પાકિસ્તાનને 2000 અને 2012 માં ટુર્નામેન્ટ જીતી હતી.
Sep 28, 2025 05:25 pm
India Vs Pakistan Final Live Score: સ્ટેડિયમમાં ફેન્સ આ વસ્તુઓને લઈને નહીં જઈ શકે
દુબઈ પોલીસે ફાઈનલમાં હાજરી આપનારા ફેન્સ માટે ઘણી એડવાઈઝરી જાહેર કરી છે. ફેન્સને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર ધ્વજ, બેનરો અથવા ફટાકડા જેવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Sep 28, 2025 05:20 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાની નજર 9માં ટાઈટલ પર
આ એશિયા કપની 17મી સિઝન છે. ટીમ ઈન્ડિયા તેના નવમા ખિતાબનું લક્ષ્ય રાખશે. ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018 અને 2023માં આ ખિતાબ જીત્યો છે.
Sep 28, 2025 05:15 pm
India Vs Pakistan Final Live Score: 30 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક
1995 પછી પહેલી વાર ભારત પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના એશિયા કપ જીતવાની તક હશે. છેલ્લી વખત ભારતે 1995માં રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના એશિયા કપ જીત્યો હતો. તે સમયે બંને ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ પણ કર્યો ન હતો.
Sep 28, 2025 05:10 pm
India Vs Pakistan Final Live Score: અભિષેક શર્મા તોડશે ત્રણ મોટા રેકોર્ડ
એશિયા કપની ફાઈનલ મેચમાં અભિષેક શર્મા ત્રણ મોટા રેકોર્ડને ટાર્ગેટ બનાવશે. જો તે ફાઈનલમાં 11 રન બનાવે છે, તો તે બહુરાષ્ટ્રીય T20 ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. 23 રન બનાવીને, તે ફિલ સોલ્ટનો રેકોર્ડ તોડી નાખશે, જે હાલમાં ટેસ્ટ રાષ્ટ્ર તરફથી ટુર્નામેન્ટ અથવા સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. 30 થી વધુ રન બનાવીને તે રોહિત શર્મા અને મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દેશે, જેમને સતત 8 વખત 30 થી વધુ રન બનાવ્યા છે.
Sep 28, 2025 05:05 pm
India Vs Pakistan Final Live Score: અર્શદીપ સિંહ રમશે મેચ?
જો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફાઈનલ માટે સમયસર સ્વસ્થ ન થઈ શકે, તો શું અર્શદીપ સિંહ તેનું સ્થાન લઈ શકે છે.
Sep 28, 2025 05:00 pm
India Vs Pakistan Final Live Score: જો વરસાદને કારણે ફાઈનલ ધોવાઈ જાય તો શું થશે?
એશિયા કપ 2025 માં અત્યાર સુધી રમાયેલી કોઈપણ મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો નથી, પરંતુ દરેક વ્યક્તિ વિચારી રહી છે કે જો વરસાદ ફાઈનલમાં વરસાદ પડે અને મેચ ધોવાઈ જાય તો શું થશે. ICC ના નિયમો મુજબ જો ફાઇનલ મેચનું પરિણામ ન આવે, પછી ભલે તે વરસાદને કારણે હોય કે અન્ય કોઈ કારણોસર, ટ્રોફી બંને ટીમો દ્વારા વહેંચવામાં આવે છે. પરંતુ 29 સપ્ટેમ્બર રિઝર્વ ડે હોવાથી આ શક્યતા ઓછી છે.
Sep 28, 2025 04:55 pm
India Vs Pakistan Final Live Score: ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી
ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઈનલ 2025 પહેલા ખેલાડીઓની ઇજાઓએ ટીમના તણાવમાં વધારો કર્યો છે. સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, તિલક વર્મા અને અભિષેક શર્માને શ્રીલંકા સામેની મેચમાં ઈજાઓ થઈ હતી અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ અપડેટ આપી હતી. મોર્ને મોર્કેલના મતે આ ખેલાડીઓને ક્રેમ્પ આવ્યો હતો, જેમાંથી અભિષેક શર્મા સ્વસ્થ થઈ ગયો છે. હાર્દિક પંડ્યા મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ફાઈનલ પહેલા તે સ્વસ્થ થઈ જશે તેવી પણ અપેક્ષા છે, જ્યારે મોર્કેલે તિલક વર્માની ઈજા અંગે કોઈ અપડેટ આપ્યું નથી.
Sep 28, 2025 04:50 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપ 2025ની ફાઈનલ ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ આજે દુબઈ ક્રિકેટ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થવાની છે. ટોસ અડધો કલાક વહેલા ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે થશે.
Sep 28, 2025 04:45 pm
India Vs Pakistan Final Live Score: ભારતે 2 વાર પાકિસ્તાનને હરાવ્યું
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન બે વાર ટકરાયા છે. ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે સુપર 4 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.
Sep 28, 2025 04:40 pm
India Vs Pakistan Final Live Score: શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ એશિયા કપ 2025 માં શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં એક પણ હાર મળી નથી. ટીમે બધી જ મેચ જીતી છે. 3 મેચ ગ્રુપ સ્ટેજમાં હતી અને 3 મેચ સુપર 4માં હતી.
Sep 28, 2025 04:35 pm
India Vs Pakistan Final Live Score: ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલીવાર ટક્કર!
ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં ક્યારેય એકબીજા સામે ટકરાયા નથી. એશિયા કપ 2025 ફાઈનલમાં બંને ટીમો ટુર્નામેન્ટમાં પહેલી વાર એકબીજા સામે ટકરાશે.
Sep 28, 2025 04:30 pm
India Vs Pakistan Final Live Score: 28મી તારીખનું ખાસ ક્નેક્શન
28મી તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી 2 મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલી વાર 2012માં જ્યારે બંને ટીમો 28 ડિસેમ્બરે T20 મેચમાં ટકરાઈ હતી. ત્યારબાદ 28 ઓગસ્ટે 2022 એશિયા કપ T20 મેચમાં ભારત ફરીથી જીત્યું.
Sep 28, 2025 04:25 pm
India Vs Pakistan Final Live Score: અભિષેક શર્મા પાસે શાનદાર તક
જો અભિષેક શર્મા સદી ફટકારે છે, તો તે એશિયા કપ ફાઈનલમાં આવું કરનાર પહેલો અને T20 એશિયા કપના ઈતિહાસમાં ચોથો ખેલાડી બની શકે છે. ફાઈનલમાં બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોર 71 છે, જે શ્રીલંકાના ભાનુકા રાજપક્ષેના નામે છે.
Sep 28, 2025 04:20 pm
India Vs Pakistan Final Live Score: હાર્દિક પંડ્યા પાસે મોટી તક
હાર્દિક પંડ્યા પાસે પાકિસ્તાન સામેની ફાઈનલમાં સદી ફટકારવાની તક હશે. પરંતુ આ સદી બેટથી નહીં પણ બોલથી હાંસલ કરવામાં આવશે. હાર્દિક પંડ્યા તેની 100મી T20I વિકેટથી માત્ર 2 વિકેટ દૂર છે. જો તે આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે અર્શદીપ સિંહ પછી આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બનશે.
Sep 28, 2025 04:15 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં કુલ 22મી વખત એકબીજા સામે ટકરાશે. અગાઉની 21 મેચમાં ભારતે 12 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને 6 જીત મેળવી છે. 3 મેચ ડ્રો રહી છે.
Sep 28, 2025 04:10 pm
India Vs Pakistan Final Live Score: 13મી વખત ફાઈનલ રમશે ભારત-પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન 13મી વખત ટુર્નામેન્ટ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. પાકિસ્તાને અગાઉની 12 ટુર્નામેન્ટ ફાઈનલમાંથી 8 જીતી છે, જ્યારે ભારતે 4 છે.
Sep 28, 2025 04:05 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફિયન મોકિમ.
Sep 28, 2025 04:00 pm
India Vs Pakistan Final Live Score: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડકપમાં આ વખતે બદલાઈ જશે નિયમો, જાણો નવું ફોર્મેટ અને કડક નિયમ

FIFA World Cup 2026માં નથી રમી રહી ટીમ ઈન્ડિયા, પરંતુ 3 ભારતીય મૂળના ખેલાડીઓ પર રહેશે ફેન્સની નજર

French Open 2026 : ટેનિસ સ્ટાર ખેલાડીને મહિલા અમ્પાયર પર ટિપ્પણી ભારે પડી,આયોજકોએ દંડ ફટકાર્યો

FIFA World Cup 2026 : રૂ.190 કરોડની છે ફૂટબોલ વર્લ્ડ કપ ટ્રોફી,જાણો ચોકવનારું રહસ્ય

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા