ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશ ટીમને સત્તાવાર રીતે બહાર કરવામાં આવી છે. આગામી વર્લ્ડકપ માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારતમાં તેની ગ્રુપ સ્ટેજ મેચ રમવાની હતી, પરંતુ અચાનક તેના ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરીને તેઓએ ICC ને સ્થળ બદલવાની વિનંતી કરતો પત્ર લખ્યો.
ICCએ બાંગ્લાદેશની માગણીની તપાસ કરી અને બધું સંતોષકારક જણાયું. પરંતુ ગર્વનિંગ બોડીએ બાંગ્લાદેશની વિનંતી સ્વીકારી ન હતી. BCBએ તેની સરકાર સાથે આ બાબતે ચર્ચા કર્યા પછી અને ભારતનો પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો, જેના કારણે ICC એ બાંગ્લાદેશ ટીમને બહાર રાખી અને તેમના સ્થાને સ્કોટલેન્ડને સ્થાન આપ્યું. BCB ICCના નિર્ણયને પડકારશે કે નહીં તેને લઈને હવે એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
અમે ICCના નિર્ણયને પડકારીશું નહીં
મીડિયા રિપોર્ટ મુજબ ICC ના નિર્ણય પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ મીડિયા કમિટીના અધ્યક્ષ અમજદ હુસૈને સ્પષ્ટ કર્યું કે BCB આ નિર્ણયને પડકારશે નહીં. "અમે ICCના નિર્ણયનો સ્વીકાર કર્યો છે. અમજદ હુસૈને કહ્યું કે ICCએ કહ્યું છે કે અમે જઈને રમી શકતા નથી, અથવા તેઓ અમારી મેચ શ્રીલંકામાં ખસેડી શકતા નથી, તેથી અમે ભારતમાં જઈને રમી શકતા નથી; અમારી સ્થિતિ એ જ રહે છે. અમે કોઈ અલગ મધ્યસ્થી કે અન્ય કંઈપણ માટે અહીં જઈ રહ્યા નથી."
ICC બોર્ડની બેઠક બાદ બાંગ્લાદેશ સરકારે કેબિનેટની બેઠક યોજી હતી, જ્યાં નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે અમારી ટીમ ભારતની મુસાફરી કરી શકશે નહીં. ICCએ 24 કલાકની અંદર જવાબ માગ્યો, અને અમે તેમને જાણ કરી કે અમારા માટે આ શેડ્યુલ હેઠળ ભારતની મુસાફરી કરવી અને રમવું શક્ય નથી.
BCBમાં મોટી ઉથલપાથલ
T20 વર્લ્ડકપ 2026 માટે બાંગ્લાદેશને સ્કોટલેન્ડથી બદલવાના ICCના નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે, BCBના ડાયરેક્ટર અને ગેમ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ઈશ્તિયાક સાદિકે રાજીનામું આપ્યું છે. તેમને સ્પષ્ટપણે પોતાના નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનો બોર્ડની અંદરના કોઈપણ આંતરિક વિવાદો અથવા ICC મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી.
આ પણ વાંચો: Palash Muchhalએ સ્મૃતિ મંધાનાના મિત્રને 10 કરોડ રૂપિયાની મોકલી લીગલ નોટિસ