દુલીપ ટ્રોફીમાં રજત પાટીદારનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. તેને ક્વાર્ટર ફાઈનલ મેચમાં સદી અને અડધી સદી ફટકારી હતી. હવે સેમીફાઈનલની પહેલી ઈનિંગમાં પણ રજત પાટીદારે ધૂમ મચાવી છે.


રજત પાટીદારે ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગથી અડધી સદી ફટકારી છે. રજત પાટીદારે પોતાની શાનદાર બેટિંગના આધારે ટીમ ઈન્ડિયા માટે દાવો કર્યો છે.

રજત પાટીદારે મચાવી ધૂમ

વેસ્ટ ઝોન સામે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં રજત પાટીદારે શાનદાર બેટિંગ કરી હતી. તેને 84 બોલમાં 77 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ દરમિયાન તેને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ પાટીદાર પોતાની અડધી સદીને સદીમાં ફેરવી શક્યો ન હતા. તે 79.2 ઓવરમાં ટીમનો સાથ છોડીને આઉટ થયો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

દુલીપ ટ્રોફીમાં રજત પાટીદારે કર્યું શાનદાર પ્રદર્શન

સેન્ટ્રલ ઝોન તરફથી ક્વાર્ટર ફાઈનલ મેચની પહેલી ઈનિંગમાં રજતે 125 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઈનિંગમાં 66 રન બનાવ્યા હતા. અત્યાર સુધી રજતે 2 ઈનિંગમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયા માટે પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે.

ઈન્ડિયા A ટીમમાં ન મળી તક

BCCI એ 2 મલ્ટી-ડે ટેસ્ટ મેચ માટે ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. પરંતુ રજત પાટીદારને આ સિરીઝ માટે તક મળી નથી, પરંતુ તે આ સિરીઝ માટે મજબૂત દાવેદાર હતો. શ્રેયસ ઐયરને મલ્ટી-ડે ટેસ્ટ મેચ માટે કેપ્ટનશીપ મળી છે, જ્યારે ધ્રુવ જુરેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને વેસ્ટ ઈન્ડીઝ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે.

ઈંગ્લેન્ડ સામે મળી હતી છેલ્લી તક

રજત પાટીદારને 2024માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી. પરંતુ તેને નિરાશ કર્યા. રજત પાટીદારે 3 ટેસ્ટ મેચમાં 63 રન બનાવ્યા હતા.


  • Follow us on: