ભારતીય ક્રિકેટ ટીમના ઘણા મોટા ખેલાડીઓ હાલમાં T20 વર્લ્ડકપ 2026માં રમી રહ્યા છે, આ ટુર્નામેન્ટના અંત પછી ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે, જેની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા ઘણા મોટા ખેલાડીઓ જેમના પર IPL 2026માં ફેન્સની નજર રહેશે, તેઓ મુંબઈમાં રમાઈ રહેલી DY પાટિલ T20 ટુર્નામેન્ટમાં પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે.
આમાં એક નામ ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર 14 વર્ષના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું છે, જેને DY પાટિલ બ્લુ ટીમ માટે રમતા, ભારતીય નૌકાદળની ટીમ સામેની મેચમાં માત્ર 14 બોલમાં તોફાની ઈનિંગ રમીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી.
વૈભવ સૂર્યવંશીએ 331ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
ડીવાય પાટિલ બ્લુ ટીમે ભારતીય નૌકાદળની ટીમ સામે પહેલા બોલિંગ કરતા 20 ઓવરમાં 220 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા માટે યશ ધુલ અને વૈભવ સૂર્યવંશીની ઓપનિંગ જોડી બેટિંગ કરવા આવી હતી. વૈભવે એક છેડેથી ઝડપી ગતિએ ઈનિંગ શરૂ કરી હતી, જેનાથી ભારતીય નૌકાદળના બોલરો સંપૂર્ણપણે હેરાન થઈ ગયા હતા.
https://twitter.com/Rithikdb5/status/2026937664050704503
વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 બોલમાં પોતાનો 50 રન પૂરા કર્યા હતા. તેને મેચમાં કુલ 19 બોલ રમ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીનો સ્ટ્રાઈક રેટ 331.58 હતો. આ શાનદાર ઈનિંગને કારણે તેની ટીમે 19.1 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધું હતું.
અર્જુન તેંડુલકરે પણ બેટથી મચાવી ધૂમ
વૈભવ સૂર્યવંશી સિવાય ડીવાય પાટિલ બ્લુ ટીમ માટે રમતા અર્જુન તેંડુલકરે પણ શાનદાર બેટિંગ કરી. તેને માત્ર 29 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 55 રન બનાવ્યા. તે અંત સુધી રમતમાં રહ્યો અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયો. આગામી IPL 2026 સીઝન વૈભવ અને અર્જુન બંને માટે મહત્વપૂર્ણ રહેશે, જેમાં દરેકના પ્રદર્શન પર નજર રહેશે.
આ પણ વાંચો: IND Vs ZIM: ચેપોકમાં બેટર કે બોલર કોનો રહેશે દબદબો? જાણો કેવું રહેશે હવામાન?