હાર્દિક પંડ્યા ફક્ત તેના ક્રિકેટ પ્રદર્શન માટે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેનું નામ મોડેલ માહિકા શર્મા સાથે જોડાયું છે. હાર્દિકે પોતે માહિકા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે. માહિકા પહેલા ભારતીય ઓલરાઉન્ડરનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયું છે. તેને નતાશા સ્ટેનકોવિક સાથે બે વાર લગ્ન પણ કર્યા હતા.
લીશા શર્મા
હાર્દિક પંડ્યા પહેલી વાર લિશા શર્મા સાથે જોવા મળ્યો હતો. તેઓ ઘણીવાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતા હતા. લિશા કોલકાતા સ્થિત મોડેલ છે અને 2016માં હાર્દિક સાથે રિલેશનમાં હતી. મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ તેમના કરિયર પર ફોકસ કરવા માટે અલગ થઈ ગયા હતા.
એલી એવરામ
એલી અવરામ એક સ્વીડિશ એક્ટ્રેસ છે, જે બિગ બોસ દ્વારા ફેમસ થઈ હતી. બંને લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા છે. તેણે 2017માં હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાના લગ્નમાં પણ હાજરી આપી હતી. પરંતુ 2018માં તેઓ અચાનક અલગ થઈ ગયા.
ઈશા ગુપ્તા
બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાનું નામ 2018માં હાર્દિક સાથે જોડાયું હતું, પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધોની પુષ્ટિ કરી ન હતી. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં ઈશા ગુપ્તાએ પોતે ખુલાસો કર્યો હતો કે તે અને હાર્દિક ખૂબ નજીક હતા, પરંતુ સંબંધ ક્યારેય વિકસ્યો નહીં. તેવી જ રીતે તે ઉર્વશી રૌતેલા સાથે જોડાયો હતો, પરંતુ ઉર્વશીએ આ બધી અફવાઓને નકારી કાઢી હતી.
નતાશા સ્ટેનકોવિક
સર્બિયન એક્ટ્રેસ અને ડાન્સર નતાશા સ્ટેનકોવિકે 2020 માં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા. તે જ વર્ષે તેઓએ એક બાળકનું સ્વાગત કર્યું, પુત્રનું નામ તેમને અગસ્ત્ય રાખ્યું. બંનેએ 14 ફેબ્રુઆરી, 2023ના રોજ ઉદયપુરમાં ફરીથી લગ્ન કર્યા, પરંતુ લગભગ 4 વર્ષ પછી જુલાઈ 2024 માં છૂટાછેડા લીધા.
જાસ્મીન વાલિયા
નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે જોવા મળ્યો હતો. બંને ગ્રીસમાં સાથે જોવા મળ્યા હતા અને જાસ્મીન IPL મેચો દરમિયાન સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી. પરંતુ 2025ના મધ્ય સુધીમાં તેમના સંબંધોના અહેવાલો શાંત થઈ ગયા હતા.
માહિકા શર્મા
માહિકા શર્માની હાર્દિક પંડ્યાના જીવનમાં એન્ટ્રી થઈ છે. માહિકા વ્યવસાયે એક મોડેલ અને એક્ટ્રેસ છે. તે બાદશાહ અને ગુરુ રંધાવાના ગીતોમાં પણ જોવા મળી છે. હાર્દિકે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને માહિકા સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી છે.