અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલીવુડ અને ક્રિકેટ બંને ક્ષેત્રોમાં ખૂબ પ્રભાવશાળી કપલ છે. તેમના ફેન્સ તેમની એક ઝલક જોવા માટે હંમેશાં ઉત્સુક રહે છે. પ્રેમ દર્શાવવાનો અને એકબીજાને મહત્વ આપવા બંને એક ક્ષણ પણ ચૂકતા નથી. વિરાટ અને અનુષ્કાનું પ્રેમ સંબંધ અન્ય કપલ્સ માટે ચોક્કસ જ ગોલ તરીકે ગણાય છે. ખાસ વાત એ છે કે બંને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ધરાવે છે. અનુષ્કાએ અનેક સફળ ફિલ્મો આપી છે, જ્યારે વિરાટ ક્રિકેટની દુનિયામાં પોતાનું પ્રભુત્વ દર્શાવે છે.
ઘણા વર્ષો સુધી ડેટિંગ પછી કર્યા લગ્ન
અનુષ્કા અને વિરાટ આજે તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેઓ 11 ડિસેમ્બર, 2017ના રોજ લગ્ન બંધનમાં બંધાયા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હાલમાં તેઓ બે બાળકોના માતાપિતા છે.
