ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 12 મે, 2025ના રોજ અને રોહિત શર્માએ 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલી અને રોહિતના અચાનક ટેસ્ટ નિવૃત્તિથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
બંને દિગ્ગજ હાલમાં IPL 2026માં રમી રહ્યા છે. ટુર્નામેન્ટની પહેલી મેચમા વિરાટ કોહલીએ 69* રનની ધમાકેદાર ઈનિંગ રમીને RCB ને જીત અપાવી હતી. આ દરમિયાન હિટમેને KKR સામે 78 રનની ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.
હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ વચ્ચે વિરાટ કોહલી અને રોહિતના ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. એવા દાવાઓ થઈ રહ્યા છે કે બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અથવા તેમ કરવા જઈ રહ્યા છે. તમને સોશિયલ મીડિયા પર ફરતા આ દાવાઓ પાછળનું સત્ય શું છે જાણો.
https://twitter.com/IPLXNews/status/2039278657617949095
કોહલી અને રોહિતની ટેસ્ટ નિવૃત્તિ પાછળનું સત્ય
એક્સ પરની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ ટેસ્ટ ક્રિકેટ નિવૃત્તિ પછી પાછા ફરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે BCCI દ્વારા જાહેર કરાયેલ એક રિલીઝ છે.
https://twitter.com/IS_Netwrk29/status/2039211832263762249
વધુમાં બીજી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીએ પોતે ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવાની જાહેરાત કરી હતી. આવી જ ઘણી પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે.
https://twitter.com/imAbhishek9596/status/2039244113112183163
તમને જણાવી દઈએ કે આ બધા દાવા ખોટા છે. તેમાં કોઈ સત્ય નથી. વિરાટ કોહલી, રોહિત શર્મા કે બીસીસીઆઈએ નિવૃત્તિ પછી પાછા ફરવાને લઈને કોઈ સત્તાવાર પોસ્ટ કે નિવેદન જાહેર કર્યું નથી.
રોહિત અને કોહલી વનડે માટે ઉપલબ્ધ
ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલી ફક્ત ODI ફોર્મેટમાં જ ટીમ ઈન્ડિયા માટે ઉપલબ્ધ છે. બંને ખેલાડીઓએ છેલ્લે 18 જાન્યુઆરી, 2026 ના રોજ ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામે મેન ઈન બ્લુ માટે ODI રમી હતી. બંને અનુભવી ખેલાડીઓ ભવિષ્યમાં ODI રમવાનું ચાલુ રાખશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ પરથી લખવામાં આવ્યા છે, સંદેશ ન્યુઝ તેની પુષ્ટિ કરતી નથી.
આ પણ વાંચો: IPLમાં પહેલીવાર પિતા-પુત્રની ટીમની એકબીજા સામે થશે ટક્કર, આ દિવસે રમાશે મેચ