કોલકાતા નાઈટ રાઈડર્સે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કર્યા પછી બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો બગડી રહ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને વિનંતી કરી હતી કે T20 વર્લ્ડકપ 2026 માટેની તેમની મેચો ભારતમાંથી ખસેડવામાં આવે, પરંતુ ICC એ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહે બાંગ્લાદેશને સખત ઠપકો આપ્યો છે.
હરભજન સિંહે કહી આ વાત
મીડિયા રિપોર્ટ મુજબ હરભજન સિંહે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી વિવિધ ઘટનાઓને કારણે બાંગ્લાદેશ ભારત આવવા માંગતું નથી. બાંગ્લાદેશમાં જે કંઈ બન્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. ICC એ તેમની વિનંતી પર નિર્ણય લેવો જોઈએ. અમે ભારતમાં દરેકનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેઓ (બાંગ્લાદેશ) અહીં આવવા માગે છે કે નહીં તે તેમની પસંદગી છે.
શેખ હસીનાને પદ છોડવું પડ્યું
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેમને ભાગી જઈને ભારતમાં આશ્રય લીધો. ત્યારબાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર શરૂ થયો, જેમાં લક્ષિત હત્યાનો પણ સમાવેશ થાય છે.
આ પછી BCCIના નિર્દેશ પર KKRએ બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાંથી રિલીઝ કર્યો. KKRએ મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ઓક્શનમાં ખરીદ્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખ્યો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ત્યારથી કાર્યવાહી કરી છે અને ICC ને પત્ર લખીને જણાવ્યું છે કે તે તેના ખેલાડીઓની સલામતીની ચિંતાઓને કારણે ભારતમાં T20 વર્લ્ડકપ 2026 ની મેચો રમવા માગતું નથી. મેચોને અન્યત્ર સ્થાનાંતરિત કરવી જોઈએ. બાંગ્લાદેશના કાર્યકારી રમતગમત મંત્રી, આસિફ નજરુલે પણ મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાની નિંદા કરી છે.
આ પણ વાંચો: Hardik Pandyaની ગર્લફ્રેન્ડનો રોહિત શર્માના પુત્ર અહાન સાથેનો ક્યૂટ વીડિયો થયો વાયરલ