હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. 5 જાન્યુઆરીના રોજ રિલાયન્સ ફાઉન્ડેશને 'United in Triumph'ના બીજા સંસ્કરણનું આયોજન કર્યું હતું, જ્યાં નીતા અંબાણીએ તમામ ભારતીયો તરફથી ભારતના ત્રણ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમ 2024ના પુરુષોના T20 વર્લ્ડકપ વિજેતાઓ, વિમેન્સ ODI વર્લ્ડકપ 2025 વિજેતાઓ અને વિમેન્સ બ્લાઈન્ડ વર્લ્ડકપ 2025 વિજેતાઓનું સન્માન કરવા માટે યોજવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ મચાવી ધૂમ
હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. બંનેએ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા. હાર્દિકે બ્લેક કલરનું બ્લેઝર, બ્લેક કલરનો શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું. આ કપલે ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યા હતા અને ફોટોશૂટ દરમિયાન હાર્દિકે માહિકાનો હાથ પકડી રાખ્યો હતો.
હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથેના ફોટા શેર કરે છે. તાજેતરમાં માહિકા રોહિત શર્માના પુત્ર સાથે મસ્તી કરતી જોવા મળી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
T20 વર્લ્ડકપ 2026માં રમતો જોવા મળશે હાર્દિક પંડ્યા
'United in Triumph' એ ભારતીય રમતવીરો અને તેમની સિદ્ધિઓનું સન્માન કરતી એક ઈવેન્ટ છે, જેની શરૂઆત નીતા અંબાણી દ્વારા કરવામાં આવી હતી. તે સૌપ્રથમ સપ્ટેમ્બર 2024માં અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે યોજાઈ હતી. તે સમયે ભારતના આશરે 140 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતવીરો એકઠા થયા હતા.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. તેને T20 વર્લ્ડકપ 2026 માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Virat Kohli રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડીને રચશે ઈતિહાસ