ગુવાહાટીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝની ત્રીજી મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 154 રનનો ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી. આ પહેલા ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડને 153 રન જ બનાવવા દીધા. જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા.

FIFA World CUP 2026: શેડ્યુલથી ટાઈમિંગ સુધીની તમામ વિગત, વાંચો એક ક્લિકમાં...









