ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની મેચ 15 ફેબ્રુઆરીએ યોજાવાની છે. મેચ પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિમાં વરસાદને કારણે મેચ રદ્દ થઈ શકે છે. 15 ફેબ્રુઆરીએ પણ ભારે વરસાદની સંભાવના છે.


15 ફેબ્રુઆરીએ ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે વરસાદની 51 ટકા, 7 વાગ્યે 57 ટકા અને સવારે 8 વાગ્યે વરસાદની 62 ટકા શક્યતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. એક્યુવેધર મુજબ 15 ફેબ્રુઆરીએ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જેમાં ભેજનું પ્રમાણ 75 ટકા રહેશે. 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ભારત અને પાકિસ્તાન મેચમાં રિઝર્વ ડે નહીં

ભારત-પાકિસ્તાન મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. તેથી જો વરસાદને કારણે મેચ રદ્દ થાય છે, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. પરંતપ એમ્પાયરો પરિણામ નક્કી કરવાનો પ્રયાસ કરશે. હાલમાં ભારત અને પાકિસ્તાને T20 વર્લ્ડકપમાં 2 મેચ રમી છે. ભારત અને પાકિસ્તાન બંનેએ બંને મેચ જીતી છે. ભારત ગ્રુપ A માં 4 પોઈન્ટ સાથે આગળ છે, જ્યારે પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે બીજા નબંરે છે. ભારતનો રન રેટ પણ પાકિસ્તાન કરતા સારો છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 16 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 13 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને 3 જીત મેળવી છે. હેડ-ટુ-હેડમાં ભારતનું પલડું ભારે છે.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ

  • Follow us on: