ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપ 2026 મેચ માટે હવે થોડા કલાકો બાકી છે. ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર થયા પછી ફેન્સ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવનારી આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ મેચ પહેલા પાકિસ્તાની સ્પિન બોલર ઉસ્માન તારિકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેમાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ તેને પોતાનો ટ્રમ્પ કાર્ડ ગણાવ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ ઉસ્માન તારિકની અસામાન્ય બોલિંગ એક્શન છે. ઉસ્માન તારિક માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે અને કેપ્ટન સૂર્યાએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી છે.

નેટ પ્રેક્ટિસ વીડિયોમાં સૂર્યા ઉસ્માનની જેમ બોલિંગ કરતો મળ્યો જોવા

ભારતીય ટીમે 13 ફેબ્રુઆરીની સાંજે શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉસ્માન તારિક સામેની તૈયારીનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે. તેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને નેટ્સમાં ઉસ્માનની એક્શનમાં ટ્રેનિંગ આપતો જોવા મળ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે જેમ ઉસ્માન પોતાની બોલિંગ એક્શન દરમિયાન થોડો સમય થોભે છે, તેવી જ રીતે સૂર્યાએ પણ થોભવાનો અને પછી બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.


સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ

જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પ્રેસ કોન્ફોરન્સમાં ઉસ્માન તારિક સામેની તૈયારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે "જો તમને પરીક્ષામાં અભ્યાસક્રમની બહારનો કોઈ સવાલ આવે, તો તમે તેને ઈગ્નોર કરશો નહીં; તમે તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો છો. અમે તે જ કરવાનો પ્રયાસ કરીશું. એવું નથી કે અમે અસામાન્ય ક્રિયાઓવાળા બોલરો સામે પ્રેક્ટિસ કરી નથી; અમે યોજના બનાવીશું અને તે મુજબ પ્રેક્ટિસ કરીશું."

પાકિસ્તાન સામે રમવા અમે પણ સંપૂર્ણપણે તૈયાર છીએ

પાકિસ્તાની ટીમ 2026માં શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડકપમાં તેની બધી મેચ રમી રહી છે, જ્યાં 2 મેચ રમ્યા બાદ તેને હાલમાં ટીમ ઈન્ડિયા કરતાં ત્યાંની પરિસ્થિતિઓની વધુ સારી સમજ છે. પરંતુ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટતા કરી છે કે તેમને થોડો ફાયદો થઈ શકે છે, પરંતુ અમે ત્યાં પહેલા પણ રમી ચૂક્યા છીએ. પરિસ્થિતિઓ ભારતમાં જેવી જ છે. શ્રીલંકામાં રમવું પડકારજનક છે, પરંતુ આખરે તમારે તમારી જાતને પડકાર આપવો પડશે અને તેનો સામનો કરવાનો માર્ગ શોધવો પડશે. અમે આ સંદર્ભમાં પણ સંપૂર્ણપણે તૈયાર છીએ.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ

  • Follow us on: